AHMEDABAD : દિવાળીની રજાઓ બાદ અમદાવાદ સોના-ચાંદી બજારમાં મોટાપાયે ધોવાણ

0
53
meetarticle

ડોલરમાં મજબૂતાઈ તથા અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તાણ હળવી થઈ રહ્યાના અહેવાલો વચ્ચે વૈશ્વિક સોનામાં સેફ હેવન માગ અટકી હતી અને ભાવ ઘટાડા તરફી રહ્યા હતા. અમેરિકન ફેડરલ રિઝર્વની વર્તમાન સપ્તાહમાં  મળનારી બેઠક પહેલા સપ્તાહના પ્રથમ દિવસે કિંમતી ધાતુમાં ભાવ નોંધપાત્ર નીચે સરકી ગયા હતા. જો કે ડોલરની મજબૂતાઈને પગલે ઘરઆંગણે મુંબઈ બજારમાં ઘટાડો સીમિત રહ્યો હતો.

દિવાળીની રજા બાદ આજથી ફરી ધમધમતા થયેલા અમદાવાદ સોનાચાંદી બજારમાં દિવાળી પહેલાની સરખામણીએ ભાવ નોંધપાત્ર નીચા બોલાતા હતા. વિશ્વ બજારમાં ક્રુડ તેલના પૂરવઠો વધી જવાના અંદેશાએ ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ગયા સપ્તાહના અંતની સરખામણીએ કિંમતી ધાતુના ભાવ નરમ બોલાતા હતા. ચાંદીમાં રૂપિયા ૨૦૦૦ જ્યારે સોનામાં રૂપિયા ૪૦૦ નીચા બોલાતા હતા.  સોનું ૯૯.૯૦ દસ ગ્રામ જીએસટી વગર  રૂપિયા   ૧,૨૧,૦૭૭ બોલાતુ હતું. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ જીએસટી વગર રૂપિયા ૧૨૦૫૯૩ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ભાવ રૂપિયા ૧,૪૫,૦૩૧ મુકાત હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

દિવાળીની રજાઓ બાદ અમદાવાદ સોનાચાંદી બજાર આજે ફરી ખૂલ્યુ હતું. દિવાળી પહેલાના ભાવની સરખામણીએ નવા વર્ષના પ્રારંભિક ભાવ નોંધપાત્ર નીચા બોલાતા હતા. ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૨૬,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૨૫,૭૦૦ મુકાતા હતા. .૯૯૯ ચાંદી એક કિલોના રૂપિયા ૧,૫૧,૦૦૦ કવોટ થતા હતા.

 દિવાળી પહેલા અમદાવાદ બજારમાં ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૬૫,૦૦૦ જ્યારે સોનું ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૩૨,૫૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં   કિંમતી  ધાતુમાં સપ્તાહના પ્રથમ દિવસે જ મોટી પીછેહઠ જોવા મળી છે. ડોલરમાં મજબૂતાઈ તથા અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તાણ હળવી થઈ રહ્યાના અહેવાલો વચ્ચે વૈશ્વિક સોનામાં સેફ હેવન માગ અટકી હતી અને ફન્ડોની ડોલરમાં લેવાલી નીકળી હતી. વિશ્વ બજારમાં સોનાની તેજી પૂરી થયાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે. 

વૈશ્વિક સોનું  ગયા સપ્તાહના અંતની સરખામણીએ પ્રતિ ઔંસ ૭૩ ડોલર ઘટી મોડી સાંજે ૪૦૪૦ ડોલર મુકાતુ હતું. નીચામાં ભાવ ૪૦૧૫ ડોલર જોવા મળ્યો હતો. ચાંદી ઔંસ દીઠ૪૭.૫૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૬૦૦ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૪૨૩ ડોલર બોલાતુ હતું.  

વેપાર તાણ ઘટતા ક્રુડ તેલના  ભાવમાં સ્થિરતા જોવા મળી છે. રશિયા ખાતેથી પૂરવઠા પર અંકૂશ લાવવામાં નિષ્ફળતાના કિસ્સામાં ક્રુડ તેલનો પૂરવઠો વધી જવાની પણ ધારણાં રાખવામાં આવી રહી છે. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૬૧.૬૭ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૬.૦૫ડોલર મુકાતું હતું.       

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here