AHMEDABAD : પેટ ડોગના રજિસ્ટ્રેશનને લઈ નિરસતા , પાલતુ કૂતરાંના રજિસ્ટ્રેશન માટે વધુ ત્રણ મહિના મુદત લંબાવાઈ

0
52
meetarticle

અમદાવાદમાં પાલતુ કૂતરાં રાખવાવાળા માલિકો કૂતરાંના રજિસ્ટ્રેશનને લઈ નિરસ જોવા મળી રહયા છે.શહેરમાં અંદાજે પચાસ હજારથી વધુ પાલતુ કૂતરાં રખાઈ રહયા છે.જેની સામે એક વર્ષમાં માત્ર ૧૮૬૯૨ પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન જ થઈ શકયુ છે. કોર્પોરેશને પેટ ડોગના રજિસ્ટ્રેશનની મુદત ૩૧ માર્ચ-૨૬ સુધી લંબાવી છે.પ્રતિ પાલતુ કૂતરાં દીઠ રજિસ્ટ્રેશન ફી બે હજાર કરવામા આવી છે.

પહેલી જાન્યુઆરી-૨૫થી અમદાવાદમાં પેટ ડોગ રાખવા માટે  તેનુ રજિસ્ટ્રેશન, વેકસીનેસન સહિતની પોલીસી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમા મુકાઈ હતી.પ્રતિ કૂતરાં રુપિયા ૨૦૦ના દરથી રજિસ્ટ્રેશન પોલીસીના આરંભમાં કરવામા આવતુ હતુ.સમયાંતરે રજિસ્ટ્રેશનના દર વધીને પ્રતિ પાલતુ કૂતરાં દીઠ રુપિયા બે હજાર થઈ ગયા. આમછતાં શહેરમાં જે પેટ ઓનર્સ પેટ ડોગ રાખે છે.તેમના દ્વારા હાલમા પણ તંત્ર તરફથી કરાતા પ્રયાસમાં પુરતો સહકાર મળી રહેતો નથી.એક વર્ષમાં પાલતુ કૂતરુ કરડવાની ઘટનાઓમાં  રામોલ હાથીજણ વિસ્તારમાં ચાર મહિનાની બાળકીને રોટવિલર નામના પાલતુ કૂતરાંએ હૂમલો કરતા તેણીનુ મોત થયુ હતુ.

કૂતરાંની વસ્તી ગણતરી કરવા ફરીથી ટેન્ડર કરવુ પડયું

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા કૂતરાંની વસ્તી ગણતરી કરવા ૪ નવેમ્બર-૨૫ના રોજ ટેન્ડર કરાયુ હતુ. આ ટેન્ડરની મુદત ૨૯ ડિસેમ્બર-૨૫ સુધી લંબાવામા આવી હોવા છતાં કોઈ બીડરે ભાગ નહીં લેતા ફરીથી ટેન્ડર કરવુ પડયુ છે.

સૌથી વધુ ૩૫૬૩ લેબ્રાડોર રીટ્રીવરનુ રજિસ્ટ્રેશન કરાયું

અમદાવાદમાં અલગ અલગ  બ્રીડ પૈકી મુખ્ય દસ બ્રીડના પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન પેટ ઓનર્સ કરાવી રહયા છે. એક વર્ષમાં  સૌથી વધુ લેબ્રાડોર રીટ્રીવરનુ રજિસ્ટ્રેશન કરાયુ છે.

બ્રીડ            રજિસ્ટ્રેશન

લેબ્રાડોર રીટ્રીવર       ૩૫૬૩

જર્મન શેફર્ડ           ૧૩૫૯

શિહત્ઝૂ               ૧૨૮૭

ગોલ્ડન રીટ્રીવર    ૧૨૩૦

પોમેરીયન          ૯૮૮

બીગલ             ૫૦૫

સાઈબેરીયન હસ્કી      ૪૧૮

પગ                     ૩૬૩

રોટવિલર                 ૩૨૬

અન્ય                     ૬૫૪

ઝોન મુજબ પેટ ડોગ રજિસ્ટ્રેશન

ઝોન    રજિસ્ટ્રેશન

પશ્ચિમ  ૪૭૮૫

ઉ.પ.   ૩૮૯૭

દ.પ.   ૨૫૧૦

પૂર્વ    ૨૭૭૩

દક્ષિણ  ૨૩૦૦

ઉત્તર   ૧૯૪૬

મધ્ય   ૭૫૧

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here