સાયબર ગઠિયા બેન્ક એકાઉન્ટ ભાડે રાખીને ખાતેદારને કમાવવાની લાલચ આપીને તેમના ખાતામાં ફ્રોડના રૃપિયા જમા કરાવ્યા બાદ અડધો ટકો કમિશનર આપીને ફ્રોડના રૃપિયા પોતાના બેન્ક એકાઉન્ટમાં મેળવીને બારોબાર ઉપાડી લેવાના બનાવો વધી રહ્યા છે. દિલ્હી ચકલાના આરોપીએ પણ બેન્ક એકાઉન્ટ ભાડે રાખીને ફ્રોડના રૃા. ૮.૫૦ લાખ પોતાના ખાતામાં જમા કરીને ઉપાડી લીધા હતા. આ બનાવ અંગે માધુપુરા પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખાતેદારને અડધા ટકાનું કમિશન આપીને દિલ્હી ચકલાના આરોપીએ રૃપિયા બેન્ક એકાઉન્ટ માં મેળવી વિડ્રો કર્યા ઃ માધુપુરા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી
માધુપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી નિશાતભાઇએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં દિલ્હી ચકલા ખાતે રહેતા ઉર્વેશ તથા નારણપુરાના સમીર અને અંકિત સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ બેન્ક એકાઉન્ટો દ્વારા કમવવાની લાલતે ફ્રોડના પૈસા પોતાના બેન્ક એકાઉન્ટમાં મેળવીને આ પૈસા ચેકથી વિડ્રો કરીને અડધા ટકાનું કમિશન મેળવીને કુલ રૃા. ૮,૫૦,૦૦૦ આગળ ગેરકાયદેસર રીતે સમીર શાહને આપાય હતા .આર્થિક લાભ મેળવીને સાયબર ક્રાઇમની ગુનાહિત પ્રવૃત્તિ આચરતી સિન્ડીકેટ ગેન્ગનો સભ્ય બની આ ગેંગના મુખ્ય લીડરો સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ કરી રહ્યા હોવાની માહિતી હોવા છતાં મુખ્ય સભ્યો દ્વારા જુદા જુદા ભારતીય નાગરીકોને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની લાલચ આપી ફ્રોડ કરીને તેઓની પાસેથી જે સાયબર ફ્રોડના નાણા પડાવતા હતા અને પોતાના બેન્ક એકાઉન્ટમાં મેળવીને સગેવગે કરવામાં મદદ કરી પોતાના બેન્ક ખાતામાં રૃપિયા આવ્યા બાદ પૈસા ચેકથી વિડ્રો કરીને ગુનાહીત પ્રવૃત્તિ કરી હતી.

