AHMEDABAD : બ્રિજ લાંબો સમય બંધ રખાય તેવી સંભાવના, સુભાષબ્રિજ નીચેના ભાગમાં તપાસમાં મોટી તિરાડ જોવા મળી

0
43
meetarticle

૪ ડિસેમ્બરથી તમામ પ્રકારની અવરજવર માટે સુભાષબ્રિજ બંધ કરાયા પછી સતત બીજા દિવસે અલગ અલગ એજન્સીઓ દ્વારા બ્રિજના નીચેના ભાગમા તપાસ કરી હતી.બ્રિજના નીચેના ભાગમાં તપાસ સમયે મોટી તિરાડ પડી હોવાનુ જોવા મળ્યુ હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.એજન્સીઓ દ્વારા બ્રિજ મટીરીયલના અલગ અલગ સેમ્પલ પણ લીધા હતા. બ્રિજ લાંબા સમય સુધી બંધ રખાય એવી શકયતા નકારી શકાતી નથી.

બ્રિજ બંધ કરાયા પછી સતત બીજા દિવસે સાબરમતી નદીમાં નીચેના ભાગમા જઈ અલગ અલગ એજન્સીઓએ બ્રિજની પરિસ્થિતિ અંગે તપાસ કરી હતી.બ્રિજમાં ખરેખર કેટલી તિરાડ પડી છે.બ્રિજનુ સ્ટ્રકચર કેવુ છે તે દિશામા પણ તપાસ કરવામા આવી હતી.ઈન્સપેકશન દરમિયાન અલગ અલગ એજન્સીઓ દ્વારા બ્રિજની જોખમી જગ્યાના ફોટોગ્રાફ પણ લીધા હતા.બ્રિજની નીચેના ભાગમાં બે સ્પોટ ઉપર ગાબડા પડયા હોવાની બાબત પણ સામે આવી છે.આ પરિસ્થિતિમાં બ્રિજના સ્ટ્રકચરની મજબૂતી ઉપર ઈન્સપેકશન દરમિયાન વધુ ફોકસ કરવામા આવ્યુ હતુ.સેમ્પલ લેવામા આવ્યા છે જેની તપાસ કરવામા આવશે. આ ઉપરાંત ડિટેઈલ ઈન્સપેકશન સમયે બ્રિજ ઉપર અને બ્રિજની નીચેના ભાગમાં કયા પ્રકારની શું ક્ષતિ જોવા મળી એ અંગે એક રીપોર્ટ તૈયાર કરી રાજય સરકારના આર.એન્ડ બી.વિભાગને પણ આપવામા આવશે. જે પ્રમાણેના પ્રાથમિક તારણો સામે આવી રહયા છે તેને જોતા બ્રિજ ઘણા મહિનાઓ સુધી બંધ રહે તેવી સંભાવના છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here