રામોલમાં યુવક તેની સ્ત્રી મિત્ર મળવા આવ્યો હતો આ સમયે બે નકલી પોલીસે ધમકી આપીને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી બાઈક પર બેસાડી સુરેલીયા વિસ્તારમાં ગાર્ડન પાસે લઇ ગયા હતા અને ડરાવી ધમકાવીને કેસ કરવો ન હોય તો રૃા.૫૦ હજારની માંગણી કરી અને લાફા મારીને રૃા. ૪૫૦૦ પડાવી લીધા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધતાં ઝોન-૫ એલસીબીની ટીમે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બાઇક પર બેસાડી સુરેલીયા રોડ ઉપર ગાર્ડન પાસે લઇ જઇ લાફા મારી લૂંટી લીધો ઃ ઝોન-૫ એલસીબીની ટીમે બંને આરોપીને ઝડપી પાડયા
કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં બે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૭ના રોજ સાંજે તે તેની મહિલા મિત્રને સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસેથી મળીને નીકળી રહ્યો હતો. ત્યારે બે શખ્સો આવીને રોકીને તું શું કરતો હતો અમને બધી ખબર છે પોલીસ હોવાનું કહીને તારા સામે ગુનો દાખલ કરવાનો છે. કહીને કોલર પકડીને બાઈકમાં વચ્ચે બેસાડીને પોલીસ સ્ટેશન જ લઇ જવો પડશે કહીને સુરેલીયા રોડ પાસેના શકરીબા ગાર્ડન પાસે લઇ ગયા હતા. ગુનો દાખલ થાય નહી કરવાનું કહીને રૃા.૫૦ હજારની માંગણી કરી હતી યુવકે ના પાડતાં લાફા મારીને રૃા.૪૫૦૦ પડાવી લીધા હતા. ઝોન-૫ એલસીબીની ટીમે યાસીન અને બીડુની ધરપકડ કરી હતી.

