વડોદરામાં રહેતા વૃદ્ધ દંપતીએ એક કંપનીમાંથી સફાઈ માટે ત્રણ યુવકોને બોલાવ્યા હતાં. આ ત્રણેય યુવકો હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતાં. જેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના સમયમાં જ ત્રણેય જણાને પકડી પાડ્યા હતાં.
અમદાવાદમાં ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યાં છે. શહેરના વસ્ત્રાપુરમાં સ્થિત આદિત્ય ફ્લેટમાં ઘરની સફાઈ કરવા માટે આવેલા લોકોએ જ ઘરમાંથી ચાર લાખની કિંમતના સોનાના દાગીના ચોર્યા હતાં. વડોદરામાં રહેતા વૃદ્ધ દંપતીએ એક કંપનીમાંથી સફાઈ માટે ત્રણ યુવકોને બોલાવ્યા હતાં. આ ત્રણેય યુવકો હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતાં. જેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના સમયમાં જ ત્રણેય જણાને પકડી પાડ્યા હતાં.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં રહેતા એક વૃદ્ધ દંપતિનું શહેરના વસ્ત્રાપુરમાં સ્થિત આદિત્ય ફ્લેટમાં મકાન છે. આ વૃદ્ધ દંપતીએ મકાનની સફાઈ કરવા માટે જી.જે. હોમ ક્લીનીંગ નામની કંપનીમાંથી માણસોને બોલાવ્યા હતાં. આ ત્રણેય જણા ઘરમા સફાઈ કરતા હતાં અને બપોરના સમયે જમીને આવીએ એમ કહીને ફરાર થઈ ગયા હતાં. ત્યાર બાદ આ દંપતીએ ઘરમાં જોતા કબાટનો દરવાજો ખુલ્લો હતો અને તેમાંથી સોનાના દાગીના સહિત કૂલ ચાર લાખની મત્તા ચોરીને સફાઈ કરવા આવેલા યુવકો ફરાર થઈ ગયા હતાં. વૃદ્ધ દંપતીએ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે યુવકોને પકડવા તજવીજ હાથ ધરી હતી.
વસ્ત્રાપુર પોલીસે વૃદ્ધ દંપતીના ઘરમાંથી ચોરી કરીને ફરાર થઈ ગયેલા ત્રણેય શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે મુળ રાજસ્થાનના ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓ પરત આવ્યા હતાં. જ્યારે અન્ય આરોપી અર્જુન પોતાની સગાઈ માટે વતન ગયો હતો ત્યાંથી પોલીસે તેને પકડી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ રીકવર કર્યો હતો.

