AHMEDABAD : વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ

0
61
meetarticle

અમદાવાદના વાડજ જંકશન ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ તથા ટુલેન અંડરપાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે.વાડજ જંકશન ઉપર પાઈલકેપ, પીયર તથા પીયરકેપની કામગીરી કરવાની હોવાથી ત્રણ ઓક્ટોબર (શુક્રવાર) થી બે મહીના અથવા વાડજ જંકશન ઉપર કામગીરી પુરી થાય ત્યાં સુધી વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બંધ રહેશે. ટ્રાફિકને વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈને ડાઈવર્ટ કરાશે.

ટ્રાફિકને વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈ ડાઈવર્ટ કરવામાં આવશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગ તરફથી વાડજ જંકશન ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવા અપાયેલી કામગીરી હમણા સુધી મંથરગતિથી ચાલી રહી હતી. આગામી ફેબ્રુઆરી મહિનામાં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવતી હોવાથી આ ફલાયઓવરબ્રિજની કામગીરી ઝડપથી પુરી કરાવવાની દિશામાં આદેશ આપવામાં આવ્યા છે.

જેથી વાડજ જંકશનથી રાણીપ તરફ જતા વાહનોને વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈ રામાપીરના ટેકરા તરફથી રાણીપ તરફ વાળવામાં આવશે. તેમજ વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈ અખબારનગર સર્કલથી નેશનલ હેન્ડલુમ જંકશન તરફ પણ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here