AHMEDABAD : વિધર્મી મોહસીને મોહિત પટેલ બની વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

0
8
meetarticle

ગુજરાતમા લવ જેહાદના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના ઓઢવમાં એક કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે હિન્દુ વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. મોહસીન પઠાણ નામના યુવકે હિન્દુ બનીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી.

ગુજરાતમા લવ જેહાદના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના ઓઢવમાં એક કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે હિન્દુ વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. મોહસીન પઠાણ નામના યુવકે હિન્દુ બનીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. વિધર્મીએ મહિલાને લગ્નની લાલચ આપી હતી. ત્યાર બાદ હોટેલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ઓઢવમાં એક હિન્દુ મહિલાને મુસ્લિમ યુવકે હિન્દુ બનીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ મહિલા વિધવા હોવાથી આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ મોહિત પટેલ નામનું આધારકાર્ડ બનાવ્યું હતું. આ મહિલાને આરોપી હોટેલમાં લઈ ગયો હતો અને ત્યાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાને જ્યારે આરોપી યુવક વિધર્મી હોવાની ખબર પડી ત્યારે તેણે સંબંધ તોડી નાંખ્યો હતો.

આરોપીનું સાચુ નામ મોહસિન પઠાણ છે પરંતુ તેણે મહિલાને પ્રેમજાળમાં ફસાવવા માટે મોહિત પટેલના નામનું આધાર કાર્ડ બનાવ્યું હતું. મહિલાએ ફરિયાદ કરતાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી. આરોપી એએમટીએસ બસમાં મુસાફરી દરમિયાન આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. ઓઢવ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here