સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ આજે શેલા ક્ષેત્રમાં તેની નવી શાખાનું ઉદ્ઘાટન કર્યું છે. બેંકના ઝોનલ હેડ શ્રીમતી કવિતા ઠાકુર, રિજિયોનલ હેડ શ્રી ગૌરવ કુમાર જૈન અને આસિસ્ટન્ટ રીજઓનલ હેડ શ્રી અજય કુમાર કૌલની હાજરીમાં આ શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઝોનલ હેડ સુશ્રી કવિતા ઠાકુરે બેંકના ગૌરવવંતા ઈતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે – “સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એ દેશની પ્રથમ ‘સ્વદેશી બેંક’ છે જેની સ્થાપના વર્ષ 1911માં થઈ હતી. આ બેંકે હંમેશા ગ્રાહકોની જરૂરિયાતોને પ્રાધાન્ય આપ્યું છે. નવી શાખા શેલા વિસ્તાર ના લોકોને સુલભ અને ઝડપી બેંકિંગ સેવાઓ પ્રદાન કરશે.
રીજઓનલ હેડ શ્રી ગૌરવ કુમાર જૈને જણાવ્યું હતું કે બેંકનો ઉદ્દેશ્ય માત્ર નાણાકીય સેવાઓ પૂરી પાડવાનો નથી પરંતુ સ્થાનિક સ્તરે આર્થિક સશક્તિકરણ અને વિકાસમાં પણ યોગદાન આપવાનો છે.
આસિસ્ટન્ટ રીજઓનલ હેડ શ્રી અજય કુમાર કૌલે જણાવ્યું હતું કે શેલા વિસ્તાર માં આ નવી શાખા ગ્રાહકોને ડિજિટલ બેંકિંગની નવીનતમ સેવાઓ અને વિવિધ પ્રકારની લોન પ્રોડક્ટ્સનો લાભ આપશે.
આ પ્રસંગે બેંકે પસંદગી પામેલા ગ્રાહકોને તેમની લોનના મંજૂર પત્ર પણ પૂરા પાડ્યા હતા, જેનાથી સમારોહની ગરિમામાં વધારો થયો હતો.
બેંકની આ નવી શાખા શેલાના ગ્રાહકો માટે વ્યક્તિગત બેંકિંગ, હોમ લોન, વાહન લોન, ડિજિટલ બેંકિંગ, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે લોન જેવી સુવિધાઓ લાવી છે.
આ પ્રસંગે બેંકના અધિકારીઓ, કર્મચારીઓ, આદરણીય ગ્રાહકો અને સ્થાનિક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

