AHMEDBAD : ગ્રીન કવર અંગે ગુલબાંગ મારનારા અમદાવાદ મ્યુનિ.તંત્રે ૧૦ વર્ષમાં ૧૧ હજારથી વધુ વૃક્ષોનુ નિકંદન કાઢયું

0
61
meetarticle

અમદાવાદમાં આ વર્ષે ૪૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા રુપિયા ૬૯ કરોડનું આંધણ કરાયુ છે.શહેરના ગ્રીન કવરમાં વધારો કરાશે એવી ગુલબાંગ હાંકનારા મ્યુનિસિપલ કોર્પોરેશને જ ૧૦ વર્ષમાં બી.આર.ટી.એસ.મેટ્રો, ફલાય ઓવરબ્રિજ બનાવવા, બુલેટ ટ્રેન સહીતના અન્ય પ્રોજેકટના ઓઠા હેઠળ ૧૧ હજાર ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યુ છે.દર વર્ષે રોપવામાં આવતા રોપાં પૈકી ૬૦ ટકા જીવીત રહેતા હોવાનો સ્વીકાર કરનારા શાસકો અને વહીવટી તંત્રે વૃક્ષોનુ નિકંદન કાઢવા મંજૂરી આપી છે. નોંધનીય બાબત એ છે કે, ઘટાદાર વૃક્ષો રીટ્રાન્સપ્લાન્ટ કરાશે એ વાત માત્ર કાગળ ઉપર જ છે.પાંચ ઝોનમાં બગીચા ખાતે એક પણ ઘટાદાર વૃક્ષ એક સ્થળેથી હટાવ્યા પછી બીજી જગ્યાએ રીટ્રાન્સપ્લાન્ટ કર્યુ નથી.વર્ષ-૨૦૧૫થી ૨૦૨૫ સુધીના દસ વર્ષના સમયમાં કોર્પોરેશને ૧૧૮૦૬ ઘટાદાર વૃક્ષોનુ નિકંદન કાઢયા પછી શહેરના મધ્ય ઉપરાંત પૂર્વ, ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં એક પણ વૃક્ષને રીટ્રાન્સપ્લાન્ટ કરાયુ નથી. એડવોકેટ અતિક સૈયદને કોર્પોરેશન તરફથી આપવામા આવેલી માહીતીમાં સ્વીકાર કરાયો છે.રાજકારણીઓ માટે દર વર્ષે પાંચ જુન એટલે કે પર્યાવરણ દિવસથી ચોમાસુ પુરુ ના થાય ત્યાં સુધી વૃક્ષા રોપણના નામે ફોટા પડાવવાની મોસમ આવે છે. દર વર્ષે મિશન મિલીયન ટ્રીના નામે તંત્રના અધિકારીઓ કરોડો રુપિયાના કામ રિક્રીએશન કમિટી અને તે પછી સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડ સુધી આ દરખાસ્તો મંજુર કરાતી હોય છે. શાસક હોય કે વિપક્ષ બંનેમાંથી એક પણ પક્ષના કોર્પોરેટરો કે હોદ્દેદારો તરફથી આટલી મોટી સંખ્યામાં વૃક્ષોનુ નિકંદન કાઢવાની મંજૂરી આપનારા સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરી નથી. દરેક દરેકનુ સચવાઈ રહે છે. શહેરમાં મહત્તમ તાપમાન ૫૦ ડિગ્રી સુધી જાય તો પણ એ.સી.માં બેસી દરખાસ્ત મંજૂર કરનારાને કોઈ અસર થવાની નથી.

ઝોન મુજબ  દસ વર્ષમાં કેટલા વૃક્ષનું નિકંદન કઢાયું

ઝોન    વૃક્ષની સંખ્યા   રીટ્રાન્સપ્લાન્ટ

મધ્ય   ૧૦૦૪             —

પૂર્વ    ૮૧૨           –

ઉ.પ.   ૧૦૬૮         —

પશ્ચિમ    ૫૪૯૭       —

દ.પ.   ૬૦૩           —

ઉત્તર   ૨૬૩૧         ૬૨

દક્ષિણ  ૧૯૧           ૫૯

કુલ     ૧૧૮૦૬        ૧૨૧

દસ વર્ષમાં ટ્રી રીટ્રાન્સપ્લાન્ટ માટેનુ નવુ એક પણ મશીન ના વસાવાયુ

૧૫ હજાર કરોડનુ વાર્ષિક બજેટ ધરાવતા કોર્પોરેશન દ્વારા દસ વર્ષમાં નવુ એક પણ ટ્રી રીટ્રાન્સપ્લાન્ટ મશીન વસાવાયુ નથી. એક મશીન  ગાંધીનગર તરફથી અપાયુ છે જેનો બગીચા વિભાગ દ્વારા ઉપયોગ કરાતો હોવાનો દાવો તંત્ર તરફથી કરાયો છે.

રોપાં રોપવાં કયા વર્ષમાં કેટલો ખર્ચ કરાયો?

વર્ષ            રોપાંની સંખ્યા (લાખ)  કુલ ખર્ચ(કરોડમાં)

૨૦૨૨-૨૩     ૨૦.૭૫         ૧૭.૧૭

૨૦૨૩-૨૪     ૨૦.૦૫         ૨૦.૩૩

૨૦૨૪-૨૫     ૩૦.૧૩         ૨૮.૭૧

કુલ             ૭૦.૯૪         ૬૬.૨૧

છ  વર્ષમાં કયારે કેટલા રોપાં રોપાયા

વર્ષ            રોપાંની સંખ્યા

૨૦૧૮-૧૯     ૮૪૮૪૯

૨૦૧૯-૨૦     ૧૧,૫૮,૩૮૭

૨૦૨૦-૨૧     ૧૦,૧૩,૮૫૬

૨૦૨૧-૨૨     ૧૨,૮૨,૦૧૪

૨૦૨૨-૨૩     ૨૦,૭૫,૪૩૧

૨૦૨૩-૨૪     ૨૦,૦૫,૭૯૫

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here