AHMEDBAD : દેત્રોજની શિક્ષિકા પાસેથી લાંચ લેતા આચાર્ય અને ક્લાર્ક પકડાયા

0
60
meetarticle

દેત્રોજમાં શેઠ શ્રી એલ.વી એન્ડ કે.વી.ભાવસાર વિદ્યા મંદિર સ્કૂલમાં નિમણુંક મળતા શિક્ષિકા સ્કુલમાં હાજર થયા બાદ સ્કુલ ના આચાર્યએ કહ્યું કે તમે હાજર થયા છો તે શિક્ષકની સીટમાં મેં ફેરફાર કરાવી ઇકોનોમિકલ વિકર સેક્શન કરાવી અને નેશનલ એજ્યુકેશન પોલીસી હેઠળ નોંધાવેલ છે જેથી તમારે વહેવારના રૃ.૩૫,૦૦૦ની માંગણી કરી હતી. આ અંગે એસીબીએ છટકું ગોઠવીને આચાર્ય અને જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથ પકડી પાડયા હતા.

શિક્ષકની સીટમાં ફેરફાર કરાવી નેશનલ એજ્યુકેશન પોલીસી હેઠળ નોંધાયેલ કહી ૩૫,૦૦૦ લીધા

ફરિયાદી મહિલા સરકાર દ્ધારા શિક્ષકોની ભરતી કરવા બહાર પાડેલ ટાટની પરીક્ષા પાસ કરી હતી અને તા.૨૯.૭.૨૦૨૫ નારોજ શિક્ષિકા તરીકે અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે આવેલી શેઠ શ્રી એલ.વી એન્ડ કે.વી.ભાવસાર વિદ્યા મંદિર સ્કુલ ખાતે નિમણુંક મળતા તેઓ સ્કુલ માં હાજર થયા હતા. ત્યારબાદ કડી ખાતે રહેતા સ્કુલના આચાર્ય કમલેશભાઈએ કહેલ કે, તમે હાજર થયા છો તે શિક્ષકની સીટ માં મે ફેરફાર કરાવી (ઇકોનોમિકલ વિકર સેક્શન) કરાવી નેશનલ એજ્યુકેશન પોલીસી હેઠળ નોંધાવેલ છે અને તે બાબતે તમારે વહેવારના રૃ.૩૫,૦૦૦ની માંગણી કરી હતી.

જેથી આજરોજ એ.સી.બી દેત્રોજ સ્કૂલમાં લાંચના છટકાનું ગોઠવ્યું હતું જ્યાં આચાર્ચએ રૃપિયા લઇને દેત્રોજ ખાતે રહેતા સ્કૂલના જુનીયર ક્લાર્ક વિમલભાઇને રૃપિયા આપી દેવા જણાવતા તેઓએ રૃા.૩૫,૦૦૦ મેળવી અને સ્વીકારી એક બીજાની મદદગારી કરી રંગેહાથ પકડાયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here