ઐશ્વર્યા રાય બચ્ચન મનોરંજન ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીમાંથી એક છે. તેણીના ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં લોકો દિવાના છે. ઐશ્વર્યા રાય પોતાના અંગત જીવનના કારણે સતત ચર્ચામાં જોવા મળે છે અભિનેત્રીએ પોતાની મહેનત અને દમના આધારે એક અલગ ઓળખ બનાવી છે. ઐશ્વર્યા વૈભવી જીવન જીવે છે. ઐશ્વર્યા ઘણા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી પરંતુ તેની કુલ સંપત્તિ ખૂબ જ મજબૂત છે. અભિનેત્રીની સંપત્તિ સાંભળીને તમે ચોંકી ઉઠશો.
ઐશ્વર્યા રાયની સંપત્તિ છે અધધધ
ઐશ્વર્યા રાયે નેટવર્થની બાબતમાં ઘણી અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે. તે બોલીવુડમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંથી એક છે. અહેવાલ મુજબ, ઐશ્વર્યા એક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય તે બ્રાન્ડને પ્રોત્સાહન આપવા માટે 6-7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ઐશ્વર્યા રાય ભારતની બીજી સૌથી ધનિક અભિનેત્રી બની છે. તેની કુલ સંપત્તિ 900 કરોડ રૂપિયા છે. અભિનય અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની સાથે ઐશ્વર્યાએ વ્યવસાયની દુનિયામાં પણ પ્રવેશ કર્યો છે. તેના રોકાણોને કારણે તે બોલીવુડની સૌથી સફળ ઉદ્યોગપતિ છે.
ઐશ્વર્યા રાયની છે ઘણી મિલકતો
રિયલ એસ્ટેટની વાત કરીએ તો, ઐશ્વર્યાએ ઘણી મિલકતો ખરીદી છે. તે બાંદ્રામાં એક મોટા બંગલામાં રહે છે જેની કિંમત 50 કરોડ છે. આ સિવાય તેનો દુબઈમાં એક વિલા પણ છે. ઐશ્વર્યા રાય લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. તે છેલ્લે 2023માં આવેલી ફિલ્મ PS 2માં જોવા મળી હતી. ત્યારથી તેણે તેના કોઈ પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યાના જન્મ પછીથી અભિનયથી દૂર છે. તે પોતાનો બધો સમય આરાધ્યાને ઉછેરવામાં વિતાવે છે. આરાધ્યા દેખામાં તેની માતા ઐશ્વર્યા રાય જેવી જ લાગે છે તેણી પોતાના શાંત સ્વભાવ અને સંસ્કારથી હંમેશા લોકોના દિલ જીતી લે છે.


