AJAB GAJAB : હાથીની સુંઢ જેવું નાક અને ઉંદર જેવો દેખાવ ધરાવતું વિચિત્ર પ્રાણી, 50 વર્ષથી લૂપ્ત હતું

0
44
meetarticle

આફ્રિકાના જીબુતી દેશમાં ઉંદર જેવા હાથીની પ્રજાતિ જોવા મળે છે. આ નાનો જીવ આકારમાં ભલે ઉંદર જેવો લાગતો હોય પરંતુ તે વિશાળ હાથીઓના સમુદાયમાં આવે છે. સ્થાનિક રેકોર્ડ મુજબ એલિફન્ટ શ્રેવ તરીકે ઓળખાતો આ જીવ ૧૯૭૦માં છેલ્લે જોવા મળ્યો હતો. જો કે તે હાથી કે ઉંદર નથી તેમ છતાં આ નામ મળ્યું છે. તેનો સંબંધ આફ્રિકામાં જોવા મળતા સૂવર પ્રકારના જાનવર સાથે પણ છે. ઉંદર જેવા હાથીને સેગિંસ નામથી પણ ઓળખવામાં આવે છે.  ૧૯૯૭માં જીવશાસ્ત્રી જોનાથન કિંગડમે આ પ્રાણીને સેંગિસ કહેવાનો પ્રસ્તાવ મુકયો હતો. જે આફ્રિકાની બાંતુ ભાષા સાથે સંકળાયલો છે.

આ મેમલ કલાકના ૨૮.૮ કિમીનું અંતર કાપી શકે છે. તેના પગની છલાંગ સસલા જેવી હોય છે. અન્ય મેમલની સરખામણીમાં સેંગિસના મગજની સાઇઝ મોટી હોય છે. સેંગિસનું વજન ૧૦ ગ્રામથી માંડીને ૫૦૦ ગ્રામ જેટલું હોય છે. તે બે થી માંડીને ચાર વર્ષની આવરદા ધરાવે છે. લંબાઇ ૧૦ થી ૩૦ સેમી હોય છે. તેની દાંતની ફોર્મ્યૂલા ઉંદરને મળતી આવે છે. આ ખૂબજ ચંચળ પ્રાણી હોવાથી તેને પકડવું કે ફસાવવું અઘરુ હોય છે.

સેગિંસએ સોશિયલ પ્રાણી નથી પરંતુ રહેણાક વિસ્તારમાં ભય જણાય ત્યારે જોડકામાં રહે છે.આ પ્રાણી તેના અણીદાર નાકનો ઉપયોગ કિડા-મકોડા ખાવા માટે કરે છે. તેનું લાંબુ નાક એક એંગલથી જોતા હાથીની સુંઢ જેવું લાગે છે. સમગ્ વિશ્વમાં એલિફન્ટ શ્રેવ ની ૨૦ થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે જેમાં સોમાલી સેંગી સૌથી રહસ્યમય માનવામાં આવે છે. એલિફન્ટ ક્ષેવની પ્રથમ ભાળ સોમાલિયામાં મળી હતી. અમેરિકામાં ડયૂક યૂનિવર્સિટીના સંશોધક સ્ટીવન હેરિટેજ જીબુતીમાં તેની ઓળખ કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here