સુરતમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે દારૂની મહેફિલ ઝડપાઈ છે અને ડુમસમાં વિકેન્ડ એડ્રેસના ચોથા માળે દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી છે, ફ્રેન્ડશિપ ડેના દિવસે મિત્રો ભેગા થયા હતા અને એક હોટલમાં દારૂની પાર્ટી કરતા ઝડપાયા હતા,
પોલીસને આ બાબતે બાતમી મળી હતી અને તેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે, પોલીસે કુલ 8 લોકોની ધરપકડ કરી છે.સુરતમાં દારૂની મહેફિલ અવાર-નવાર ઝડપાતી હોય છે, ત્યારે વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ હતી, આ ઘટનામાં પોલીસને માહિતી મળી હતી કે, કેટલાક લોકો ભેગા મળીને દારૂ પી રહ્યાં છે અને પોલીસ ત્યાં પહોંચી તો ખરેખરમાં દારૂની મહેફિલ જામેલી હતી, અને પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી, ઝડપાયેલા તમામ લોકો પાસે પરમિટન નથી અને તેઓ દારૂનું સેવન કરી રહ્યાં હતા, પોલીસે 2 મહિલા અને 6 પુરુષો સામે ગુનો નોંધ્યો છે અને પ્રોહિબિશન એકટ પ્રમાણે કાર્યવાહી કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર વાત કરીએ તો, પોલીસનું કહેવું છે કે, ઝડપાયેલા તમામ લોકો મિત્રો છે અને ફ્રેન્ડશિપ ડેના દિવસે ભેગા થયા હતા અને દારૂની પાર્ટી કરી હતી, તમામ લોકોના મેડિકલ રીપોર્ટ પણ કઢાવવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે, ડુમ્મસ પોલીસને કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો અને તેના આધારે રેડ કરી હતી, પીએસઆઈની ટીમે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી, તમામ લોકો સુરતના રહેવાસી છે અને દારૂ પાર્ટી માટે ભેગા થયા હતા.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


