નર્મદા જિલ્લામાં મુસળધાર ભારે વરસાદથી પાંચેય તાલુકા જળબંબાકાર થઈ ગયા છે.
જેમાં સૌથી વધારે વરસાદ નાંદોદ તાલુકામાં ચાર ઇંચ(102 મીમી ),ગરુડેશ્વર તાલુકામાં 3:5 ઇંચ(82 મીમી,), તિલકવાડા તાલુકામાં 2.5 ઇંચ(60 મીમી)
સાગબારા તાલુકામાં એક ઇંચ(30 મીમી,), અને ડેડીયાપાડા તાલુકામાં 1.5 ઈંચ(38 મીમી) વરસાદ ઝીંકાયો છે.
નર્મદા જિલ્લામાં 24 કલાક સરેરાશ અઢી ઇંચ વરસાદ ઝીંકાયો છે જેને કારણે નર્મદા જિલ્લાંમાં જળબમ્બાકાર ની સ્થિતિ સર્જાઈ છે
રાજપીપળામાં 24 કલાકમાં ચાર ઇંચ વરસાદ તૂટી પડતા રાજપીપળા ના તમામ રાજમાર્ગો નદી પટમાં ફેરવાઈ ગયા છે. ખાસ કરીને
નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે,ખેતરોમાં પાણી ભરાયા છે,રાહદારીઓને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી.
ખાસ કરીને કરજણ નદીમાં 13હજાર ક્યુસેક પાણી છોડાતા
કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. જેને કારણે કાંઠા વિસ્તારના 6 ગામો રાજપીપલા સહીત ભદામ, ભચરવાડા,ધાનપોર,હજર રપરા, ધમણાછા 6 ગામોને એલર્ટ કરાયા
છે. જોકે હાલ વરસાદે ખામૈયાં કરતાં લોકોમાં રાહત ની લાગણી જન્મી છે

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા




