આગામી ત્રીજી ઓગસ્ટે મહેસાણા અર્બન બેંકની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. અગાઉ સમાજવાદનો મુદ્દો સામે આવ્યો હતો. હવે બેંકના ડિરેક્ટર દ્વારા સામ સામે આક્ષેપ કરવામાં આવ્યાં છે. બેંકના ડિરેકટર ઉપેન્દ્ર પટેલે NPA મામલે ગંભીર આક્ષેપ કર્યા હતાં. વિશ્વાસ પેનલના ઉમેદવાર ડી એમ પટેલના વેવાઈનું એકાઉન્ટ NPA હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
NPA મામલે સામ સામે આક્ષેપો
મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં હવે NPA મામલે સામ સામે આક્ષેપો કરવામાં આવ્યાં છે. બેંકના ડિરેક્ટર ઉપેન્દ્ર પટેલે વિશ્વાસ પેનલના ઉમેદવાર ડી એમ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. તેમણ વિશ્વાસ પેનલના ઉમેદવાર ડી એમ પટેલના વેવાઈનું એકાઉન્ટ NPA હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ડી એમ પટેલના વેવાઈના 70 કરોડ રૂપિયા NPAમાં બોલે છે. પહેલા NPAના રૂપિયા ભરાવો પછી NPAની વાતો કરો.
મારા સગા વ્હાલાનું કોઈ NPA નથી
ઉપેન્દ્ર પટેલના આક્ષેપ સામે ડી એમ પટેલે કહ્યું હતું કે, મારા સગા વ્હાલાનું કોઈ NPA નથી.એ જે પટેલના દૂરના સગા વિનોદ પટેલનું ધિરાણ છે. એ જે પટેલ મામલે કરાયેલા આક્ષેપ ખોટા છે. NPAમાં એ જે પટેલનું નામ આવતા ડી એમ પટેલનો ચહેરો બદલાયો હતો. ચૂંટણી પહેલા જ સામ સામે આક્ષેપો થતાં રાજકારણ ગરમાયું હતું. આગામી ત્રીજી ઓગસ્ટના રોજ મહેસાણા અર્બન બેંકની ચૂંટણી યોજાવાની છે.


