GUJARAT : અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિધવા બહેનોને સાડી તેમજ ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું

0
70
meetarticle

પાવીજેતપુર તાલુકાના નાના ધરોલીયાની અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કલારાણી ખાતે વિધવા બહેનોને સાડી તેમજ ડ્રાયફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૬૦ વિધવા બહેનોને સાડી તેમજ ડ્રાયફ્રૂટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ લધુમતી મોરચા ના સભ્ય ખત્રી હાજી મુબારકઅલી કલારાણી વાલા. , સુધીરભાઈ દેસાઈ, નરેશભાઈ કોલચા, નરપતભાઈ,રશિકાંત મહારાજ, કિશોરભાઈ, ઈશ્વર ભાઈ, રણજીતભાઈ સહિતના અગ્રણીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા ના પ્રમુખ ફૈજાન ખત્રીની આગેવાની હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા અવારનવાર આવી લોકોપયોગી પ્રવુત્તિ કરવામાં આવતી હોય છે. આવી સેવાભાવી પ્રવૃત્તિઓમાં ગરીબોને કપડાંનું વિતરણ, વૃક્ષારોપણ, બાળકોને શૈક્ષણિક કીટ તેમજ બુટનું વિતરણ, ખેડૂત તાલીમ જેવી વિવિધ પ્રવુત્તિ કરવામાં આવે છે. તેમજ સમયાંતરે જરૂરિયાતમંદ લોકોને વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, જેમાં શિયાળાની ઠંડીમાં ગરીબ બાળકો તેમજ વૃધ્ધોને સ્વેટર ધાબડા સહિત ગરમ વસ્ત્રોનુ વિતરણ પણ કરવામાં આવતું હોય છે. સંસ્થાની સેવાકીય સરાહનીય કામગીરી પ્રસંશાને પાત્ર બની છે અને સમાજઉપયોગી સેવાઓને પગલે સ્થાનિક લોકો દ્વારા સંસ્થાને અભિનંદન આપવામાં આવે છે. ઉપરાંત આ પંથકના લોકો પણ સંસ્થાની સેવા ભાવનાથી સંતોષ માની રહ્યા છે.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here