વડગામ તાલુકાના ફતેગઢ ગામમાં અંબાજી ભાદરવી પૂનમના મહામેળાને લઈને હિંદુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
ફતેગઢ એદ્રાણા વચ્ચે મશાયખી ફાઉન્ડેશન દ્વારા નવી બની રહેલી હોસ્પિટલ એન્ડ કોલેજ ની જગ્યાની બહાર પદયાત્રીઓ માટે ચા-પાણી, નાસ્તો અને મેડિકલ સેવા નો કેમ્પનો મંગળવારે એકતાની ભાવના સાથે માનવસેવા એ જ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરતા ફતેગઢ ગામના તમામ મુસ્લિમ બિરાદરો અને હિન્દુ ભાઈઓ દ્વારા ભેગા મળી રાષ્ટ્રમાં એક સારો મેસેજ જાય તે માટે બંને ધર્મના લોકો એક બની અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરાયો છે.
ફતેગઢ ગામના મુસ્લિમ સરપંચ સાબેરાબેન સિપાઈ દ્વારા રીબીન કાપી સેવા કેમ્પને ખુલ્લો મુકાયો હતો.
દુનિયામાં માનવ ધર્મ એજ સૌથી મોટો ધર્મ છે તેવું માની મુસ્લિમ બિરાદરો દ્વારા પણ માઈ ભક્તો માટે કોઈપણ જાતની અગવડતા ન પડે તેની દરકાર લેવામાં આવી રહી છે .અમદાવાદ ના ડોક્ટર મિત્તલ પરમાર દ્વારા મેડિકલ સેવા પૂરી પડાઇ રહી છે.સમગ્ર આયોજન ફતેગઢ ના યુવા અગ્રણી પ્રદીપ પરમાર દ્વારા કરાયું હતું જેમાં ફતેગઢ ગામના ડેપ્યુટી સરપંચ સલીમ ઈકબાલ માકણોજીયા, ફજાભાઈ સિપાઈ, જાવિદ આગલોડીયા, સુલતાન કાસમ પટેલ, સોમાભાઈ રાવળ,સુરેશભાઈ રાવળ,મનોજભાઈ રાવળ,વિરસંગ રાજપૂત,બાબુભાઇ ભીલ,કનુભાઈ માજીરાણા સહિત ગ્રામજનોના સહયોગથી માઈ ભકતોની ખડે પગે સેવા કરાઈ રહી છે.
પ્રતિનિધિ : દિપક પુરબીયા


