RAJPIPALA : રાષ્ટ્રીય એકતા દિવસના આયોજન અંગે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના અધિક સચિવ અમિતા પ્રસાદ સારભાઈએ ડેમ વ્યુ પોઇન્ટ-૧ અને રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડની સ્થળ મુલાકાત કરી

0
123
meetarticle

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી અને વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદારના સાનિધ્યમાં ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે યોજાતી રાષ્ટ્રીય એકતા પરેડ-૨૦૨૫ ની તૈયારીઓની તડામાર કામગીરી કરવામાં આવી રહી છે.

આ રાષ્ટ્રીય એકતા પરેડના અનુસંધાને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના અધિક સચિવ સુશ્રી અમિતા પ્રસાદ સારભાઈની નિગરાનીમાં દિલ્હીથી આવેલી ટીમ દ્વારા ડેમ વ્યુ પોઇન્ટ-૧ અને રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ અને આ વર્ષે યોજાનાર એક્તા પરેડ સ્થળની રૂબરૂ મુલાકાત સવારે લેવામાં આવી હતી અને સમગ્ર રૂટ અને જ્યાં કાર્યક્રમો યોજાવાના છે, તે સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી અને જરૂરી સૂચનો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં બી.એસ.એફના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

સ્થળ નિરીક્ષણ બાદ અધિક સચિવશ્રી દ્વારા VVIP સર્કિટ હાઉસ ખાતે વિવિધ વિભાગોના પરેડ સાથે સંકળાયેલા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડી રચનાત્મક સૂચનો કર્યા હતા અને આ વખતે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા ૯૦૦ કલાકારો દ્વારા એકતા નગરમાં શાનદાર પર્ફોમન્સ કરશે. જેમાં હોરાલ્ડો, કથ્થક કલાકારો, ક્લાસિકલ અને વિવિધ રાજ્યોમાંથી પધારેલા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કલાકૃતિ પ્રસ્તુત કરવામાં આવશે. જેની તૈયારીઓ રીહર્સલ અને રહેઠાણ, ભોજન માટેની વ્યવસ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. તેમજ પરેડના પર્ફોર્મન્સ બાદ એન્ટ્રી-એક્ઝિટની વ્યવસ્થા તેમજ ચા-પાણી, નાસ્તા અંગે પણ ચર્ચા કરાઇ હતી અને વિવિધ ટેબલો, હોર્સ, કેમલ-શો થાય તો તેની વ્યવસ્થા અને દિલ્હી ખાતે યોજાતી પરેડની મીની ઝાંખી આ વખતે એકતા નગર ખાતે લોકોને જોવા મળશે.

બેઠકમાં સમગ્ર કાર્યક્રમ અંગે બી.એસ.એફના અધિકારી દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા બ્રીફિંગ કરવામાં આવ્યું હતું અને જિલ્લા કલેકટર સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો અને આ રાષ્ટ્રીય એકતા પરેડ શાનદાર અને લોકોને યાદગાર બની રહે તેવા પ્રયાસો સૌ સાથે મળીને કરીએ તેવી અપીલ કરી હતી.

REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here