AMRELI : મોરવાડા રોડ પર બાઇક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, રીક્ષામાંથી કેફી પીણાનો જથ્થો મળ્યો

0
13
meetarticle

અમરેલીના વડિયામાં બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રીક્ષામાંથી કેફી પીણું મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના વડિયા અને મોરવાડા વચ્ચે આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે જતી એક રીક્ષા અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થતા બંને વાહનચાલકો લોહીલુહાણ થયા હતા. જોકે, અકસ્માત બાદ ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકોએ જે દ્રશ્યો જોયા તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.

મળતી માહિતી મુજબ, વડિયા-મોરવાડા માર્ગ પર અકસ્માત સર્જાતા બાઇક સવાર અને રીક્ષા ચાલક બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાઇક ચાલકની હાલત વધુ નાજુક જણાતા તેને તાત્કાલિક જૂનાગઢ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો છે, જ્યારે રીક્ષા ચાલકને વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો છે.

આ અકસ્માત બાદ સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અકસ્માતગ્રસ્ત રીક્ષામાં મોટા પ્રમાણમાં કેફી પીણું (દેશી દારૂ) ની થેલીઓ ભરેલી હતી. અકસ્માત થતા આ પોટલીઓ રસ્તા પર વેરાઈ ગઈ હતી. એક વીડિયોમાં ઇજાગ્રસ્ત રીક્ષા ચાલક લોકો પાસે હાથ જોડીને માફી માંગતો પણ નજરે પડે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here