AMRELI : અમરેલીના આંબા ગામે ખેડૂતોના હાલ બેહાલ, તૈયાર થયેલા પાક પર ખેડૂતોનો કોળીયો છીનવાઈ ગયો

0
39
meetarticle

અમરેલીના આંબા ગામે ખેડૂતોના હાલ બેહાલ થયા છે, તૈયાર પાક પર કમોસમી વરસાદનો માર યથવાત રહ્યો હતો અને કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું હતુ, અને આર્થિક સંકટનો સામનો કરતા ખેડૂતોની હાલત દયનીય બની છે.

ગામના ખેડૂતોએ જણાવ્યું કે, મગફળી, કપાસ અને સોયાબીનનો પાક સદંતર બરબાદ થયો છે. ખેતરોમાં ઉભેલા પાકમાં અંકુરણ થઈ જતાં હવે આ પાક કોઈ મફતના ભાવે પણ લેવા તૈયાર નહીં થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતો કહે છે કે, આ વર્ષે વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે અને 100 ટકા પાક નિષ્ફળ ગયો છે. હાલ ખેડૂતોને ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોની મુખ્ય માગ છે કે, સરકાર કોઈપણ જાતનો સરવે કર્યા વિના તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે.

કમોસમી વરસાદે આખા વિસ્તારના ખેડૂત વર્ગને ઊંડા સંકટમાં ધકેલી દીધા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી અને અનરાધાર વરસાદ વરસ્યો છે. સંદેશ ન્યૂઝની ટીમ આજે રિયાલિટી ચેક કરવા અમરેલી તાલુકાના દેવભૂમિ દેવાળિયા ગામે પહોંચી છે. કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ સહિતના મુખ્ય પાકો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે, અનેક ખેતરોમાં મગફળીનો પાક પાણીમાં તરબોળ થઈ ગયો છે અને ૧૦૦ ટકા પાક નિષ્ફળ ગયો છે.

માવઠાના મારથી ખેતરમાં ઊગી નીકળેલી મગફળી પણ સડી ગઈ છે જ્યારે કપાસનો પાક પણ પલળી ગયો અને બળી જતાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે.ખેડૂતો સરકાર પાસે માગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે કરીને પેકેજ જાહેર કરી સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે. સંદેશ ન્યૂઝની ટીમ આજે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ખેડૂતોની વેદના અને તેમની હકીકત જાણવા માટે પ્રયાસ કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here