AMRELI : ધારીના દૂધાળા નજીક પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાફલા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ

0
86
meetarticle

અમરેલીના જાણીતા કોંગી નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાફલા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ધારીના દૂધાળા નજીક બની હતી, જ્યારે પ્રતાપ દૂધાત ગીર સોમનાથમાં ‘સરદાર સન્માન યાત્રા’માંથી પરત ફરી રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, પ્રતાપ દૂધાત ત્રણ કારના કાફલા સાથે સોમનાથથી અમરેલી પરત આવી રહ્યા હતા. ત્યારે ધારીના દૂધાળા ગામ નજીક અજાણ્યા શખ્સોના ટોળાએ તેમના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો અને હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. જોકે, કારના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને ગાડીઓ ભગાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી.આ ઘટના અંગે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે જણાવ્યું કે, ‘અમે સરદાર સન્માન યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાનું કારણ શું છે અને કોણે કરાવ્યો છે તે અંગે મને કોઈ જાણ નથી.’

પ્રતાપ દૂધાતે આ ઘટનાની જાણ તાત્કાલિક અમરેલીના પોલીસ અધિક્ષક (SP) ને કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ આજે અમરેલી એસપીને રૂબરૂ મળીને આ સમગ્ર ઘટના અંગે લેખિત રજૂઆત કરશે અને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરશે. આ ઘટના બાદ રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે અને આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here