AMRELI : રાજુલામાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ પીડિતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

0
29
meetarticle

રાજુલામાં રહેતા એક પતિ-પત્ની વિરૂદ્ધ 45 વર્ષીય મહિલાએ તાંત્રિક વિધિના બહાને લાંબા સમય સુધી દુષ્કર્મ આચરવા અને લગ્ન માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ગંભીર ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આરોપીઓના ત્રાસથી કંટાળી ભોગ બનનાર મહિલાએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજુલાના મફતપરા વિસ્તારમાં રહેતી 45 વર્ષીય ભોગબનનાર મહિલાએ તેમના પડોશમાં રહેતા જયસુખભાઇ સવજીભાઇ કલસરીયા અને પુંજાબેન જયસુખભાઇ કલસરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યું હતું કે ત્રણેક વર્ષ પહેલાં તેના ભાઇ ને કેન્સર થયું હતું. પડોશમાં રહેતા હોવાથી એકબીજાને ઓળખતા હતા. આ દરમિયાન, જયસુખભાઈએ પીડિતોને વિશ્વાસમાં લઈને કહ્યું હતું કે, ધકેન્સર મટાડવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે અને તારે મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે.

આ બહાને, જયસુખભાઈએ પીડીતાને મરજી વિરૂદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી, અને પુંજાબેન એ તેમના ઘરે બોલાવવાનું શરૂ કર્યું હતું. જ્યાં જયસુખભાઈએ અવારનવાર પીડિતોને મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, જયસુખભાઈ સાથે લગ્ન કરી લેવાનું કહીને દબાણ કર્યું હતું. લગ્ન નહીં કરે તો પીડીતા તેમજ તેના ભાઈ અને માતા ને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપ્યો હતો. પીડીતા એ કહેવા મુજબ, ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન જયસુખભાઈએ અલગ-અલગ સમયે મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓના અસહ્ય ત્રાસથી કંટાળીને આખરે ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.રાજુલા પોલીસે આ બનાવ અંગે જયસુખભાઈ સવજીભાઈ કલસરીયા અને પુંજાબેન જયસુખભાઈ કલસરીયા વિરૂદ્ધ રાજુલા પોલીસમા ફરીયાદ નોઘાવતા રાજુલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here