AMRELI : રાજુલા નજીક ધાતરવાડી નદીમાં ભાઈને બચાવવા ત્રણ સગાભાઈ સહિત ચાર ડૂબ્યા

0
46
meetarticle

રાજુલા પંથકમાં છ ઈંચથી વધારે વરસાદ થતાં ધાતરવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ જ વખતે નદીમા ન્હાવા પડેલા એક ભાઈને બચાવવા માટે નદીમાં ક્રમે ક્રમે પડેલા ત્રણ સગા ભાઈઅને એક બનેવી સહિત કુલ ચાર વ્યકિત પાણીમાં સતત સર્જાતા વમળોમાં ગરકાવ થઈને લાપત્તા થઈ જતાં રાજુલાના ધારાસભ્ય સહિત તરવૈયાઓ અને કોસ્ટ ગાર્ડની ટીમોએ ચારેયની શોધખોળ આદરી છે. આ ઉપરાંત એનડીઆરએફની ટૂકડીની મદદ માંગવામાં આવી છે.


બનાવની વિગત આપતા રાજુલા તાલુકાના બરફટાણા ગામના અલ્પેશ ખીમાભાઈ પરમારના જણાવ્યા મુજબ આજે એના બનેવી પિન્ટુભાઈ ભનુભાઈ પાંચાભાઈ વાઘેલા આવ્યા હોવાથી તેઓ અને એના એના ત્રણ ભાઈ તેમજ બનેવી ધાતરવાડી નદીનું પૂર જોવા માટે ગયા હતા એે વખતે ભરતભાઈ ખીમાભાઈને નહાવાનું મન થતાં તેઓ નદીમાં નહાવા પડયા હતા. એ વમળોમાં ફસાઈ જતાં એને બચાવવા માટે સૌ પ્રથમ કનાભાઈ ખીમાભાઈ પરમાર, એ પછી મેરામભાઈ ખીમાભાઈ પરમાર,ઉપરાંત પીન્ટુભાઈ પાચાભાઈ વાઘેલા ધાતરવાડી નદીના ધસમસતા પૂર વચ્ચે બચાવવા પડયા હતા. આ ચારેય અચ્છા તરવૈયા છે. આમ છતાં નદીમાં સર્જાતા ગોળ ગોળ વમળોમાં ફસાઈ જતાં લાપત્તા બની ગયા હતા. આ બનાવની જાણ થતાં રાજુલાના ધારાસભ્ય અને તરવૈયાઓ ધારેશ્વર ગામના નાગરિકો અને કોસ્ટગાર્ડની ટીમો નદીકાંઠે પહોંચી હતી. આ બધાએ નદીમાં ઝંપલાવી ચારેય લાપતાની શોધ આદરી છે. આ ઉપરાંત એનડીઆરએફની ટીમને મદદ માટે બોલાવવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here