અમરેલીમાં ગઢિયાના સુપ્રસિદ્ધ દાન મહારાજની જગ્યાના મહંત હર્ષદબાપુ ભગત પર ચારેક અજાણ્યા શખસોએ જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ “દાન મહારાજની જગ્યા છોડી દેજે” કહીને તલવારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં મહંતને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા
આ ઘટનાએ ફરી એકવાર પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. થોડા દિવસો પહેલાં જ આ જ વિસ્તારમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત પર પણ હુમલો થયો હતો, જેના આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. આ બે ઘટનાઓ દર્શાવે છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને ગુનેગારો બેફામ બન્યા છે.સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પોલીસની નિષ્ફળતા અને ગુનેગારો પ્રત્યેની ઢીલી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આ હુમલાની ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, પરંતુ લોકોની માંગ છે કે તાત્કાલિક આરોપીઓને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ફરી આવી કોઈ ઘટના ન બને.

