ANAND : તારાપુર-વટામણ હાઈવે પર ટ્રકમાં લાગી આગ

0
18
meetarticle

તારાપુરના ઈસરવાડા ગામ પાસે હાઈવે પર મોડી રાત્રે રૂ ભરેલી ટ્રક સળગી ઉઠી હતી. આગમાં ટ્રક સહિત લાખોનો માલ ખાક થઈ ગયો છે. જોકે, આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો છે.આણંદ જિલ્લાના તારાપુર-વટામણ હાઈવે પર ગત મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલી રૂ (Cotton) ભરેલી એક ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી ટ્રક અને તેમાં રહેલો લાખોનો માલ બળીને ખાક થઈ ગયો હતો.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઈસરવાડા ગામ પાસેથી જ્યારે આ ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ તેમાં તણખા ઝર્યા હતા. ટ્રકમાં રૂ ભરેલું હોવાથી આગે પળવારમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મોડી રાત્રિના અંધકારમાં હાઈવે પર આગની લપેટો જોઈને વાહનચાલકો થંભી ગયા હતા અને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આ ઘટનામાં સદનસીબે ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. જોકે, આગને કારણે ટ્રક અને તેમાં ભરેલો રૂનો જથ્થો સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના બની હોઈ શકે છે. સ્થાનિક ફાયર ફાઈટરોને જાણ કરાતા તેઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here