SURENDRANAGAR : ગેરકાયદે માછીમારી કરતા શખ્સે સામે કાર્યવાહી કરવા જીવદયાપ્રેમીઓની માંગણી

0
83
meetarticle

વિરમગામ શહેરની પશ્ચિમમાં આવેલા ઐતિહાસિક મુનસર તળાવમાં મચ્છી મારી ઉપર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક મચ્છી મારી કરતા જીવદયા પ્રેમીઓમાં જવાબદાર તંત્ર સામે રોષની લાગણી જોવા મળી હતી.

વિરમગામ શહેરના ઐતિહાસિક મુનસર તળાવ સિધ્ધરાજ જયસિંહના માતા મીનળદેવી દ્વારા બંધાવવામાં આવેલો છે. ૧૧મા સૈકામાં સોલંકી શાસન દરમિયાન જળસંચય અને સ્થાપત્યકલાના અજોડ બેનમૂન તળાવની સાર સંભાળ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ તળાવની પાળ ઉપર શિલાલેખ લગાવવામાં આવેલ છે જેમાં તળાવની અંદર મચ્છી મારી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો હોવા છતાં તળાવની અંદર મચ્છી મારી કરવામાં આવી રહી છે. તળાવમાં માછીમારો થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  જીવદયા પ્રેમીઓમાં પુરાતત્વ વિભાગ સામે રોષની લાગણી વ્યાપી છે આ તળાવની સાર સંભાળ માટે કર્મચારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here