ANKLESHWAR : ૬૦૦ દિવસની સજા: અંકલેશ્વર પોલીસે કોર્ટના વોરંટ આધારે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

0
33
meetarticle

​અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસે નામદાર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ (ફેમિલી કોર્ટ, અંકલેશ્વર) દ્વારા વોરંટ જારી કરાયેલા એક નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


​પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી વસીમભાઈ બશીરખાન પઠાણ (રહે. શક્તિનગર, અંકલેશ્વર) ને કોર્ટ દ્વારા ક્રિમિનલ પરચુરણના કામે ક્રિ.પો. કોડની કલમ મુજબ ૬૦૦ દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી.
​અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસે વોરંટના આધારે આરોપી વસીમ પઠાણને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને તેને વધુ સજા ભોગવવા માટે ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here