અંકલેશ્વર : GIDC પોલીસે ગુમ થયેલ અને ચોરાયેલ ₹3.51 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો

0
57
meetarticle

અંકલેશ્વર ગીદક પોલીસે ગુમ થયેલા અને ચોરાયેલા ₹3,51,400/- ના મુદ્દામાલને શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત કર્યો છે.


પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલા સાત મોબાઇલ ફોન, જેમની કિંમત ₹1,22,000/- છે, તે શોધી કાઢ્યા છે. આ ઉપરાંત, ચોરાયેલી બે મોટરસાયકલ (કિંમત ₹60,000/-) અને એક કંપનીમાંથી ચોરી થયેલો 6HQ પાવડર (કિંમત ₹1,69,400/-) પણ રિકવર કરવામાં આવ્યો છે.
વર્ષ 2025માં અત્યાર સુધીમાં, અંકલેશ્વર GIDC પોલીસે કુલ ₹9,40,000/- ની કિંમતના 56 મોબાઇલ ફોન શોધીને તેમના માલિકોને સફળતાપૂર્વક પરત કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here