અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારતીય નિકાસ પર 25% ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે અંકલેશ્વરના ઉદ્યોગ જગતમાં ચિંતાનો માહોલ છે. આ નિર્ણયને કારણે ભારતીય ઉત્પાદનો મોંઘા બનશે અને તેની સીધી અસર કરોડો રૂપિયાની નિકાસ પર પડશે.
જોકે, અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ આ પરિસ્થિતિને લાંબાગાળા માટે ચિંતાજનક નથી ગણતા. તેમનું માનવું છે કે આ અસર માત્ર ટૂંકાગાળા માટે રહેશે. ઉદ્યોગપતિ મહેશ પટેલે જણાવ્યું કે ભારતીય ઉત્પાદનો મોંઘા થવાથી અમેરિકન નાગરિકોને પણ મોંઘવારીનો સામનો કરવો પડશે, જેના કારણે ટ્રમ્પ સરકાર પર દબાણ વધશે અને સ્થિતિ સુધરશે.
ઉદ્યોગપતિઓએ સ્વીકાર્યું છે કે આ ટેરિફથી નિકાસ પર અસર થશે, પરંતુ તેઓ આશાવાદી છે કે વૈકલ્પિક બજારો શોધવાથી આ અસર ઓછી કરી શકાશે. આગામી દિવસોમાં આ નિર્ણયની વાસ્તવિક અસરનો ખ્યાલ આવશે.
REPOTER : કેતન મહેતા, અંકલેશ્વર


