અમદાવાદ અને ગાંધીનગરમાં વસતા ધાનધારએકસો એશી ગામના રોહિત સમાજના શુભચિંતકો⅚ની બીજી સૌજન્ય મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું,
તેમાં ઘણા વડીલો,યુવાનો,શિક્ષણવિદો,ડોક્ટરોઅને ઉદ્યોગસાહસિકોએ ઉમળકાભેર હાજરી આપી હતી, સૌ સાથે મળીને સમાજના દીકરા અને દીકરીઓને શિક્ષણલક્ષી અને રોજગારલક્ષી ઉપયોગી થાય તેવા મુદ્દાઓની તંદુરસ્ત ચર્ચા કરવામાં આવી હતી,
સમાજના યુવક અને યુવતીઓને પગભર બનાવવા શું કરી શકાય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની તૈયારી કઈ રીતે કરી
શકાય,પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી મેળવવા તેમજ પોતાનો પ્રાઇવેટ ધંધો ચાલુ કરવા શું કરી શકાય તેની ચર્ચા થઈ. આગામી આ ક્ષેત્રોને પ્રાણવાન બનાવી દીકરા દીકરીઓને ધંધા રોજગાર ક્ષેત્રે સ્વાવલંબન બનાવી પગભર કરવા માટે યોગ્ય સૂચનો અને માર્ગદર્શન મળ્યું, તેના અમલીકરણ માટે યોગ્ય આયોજન કરવાનું નક્કી થયું, શ્રી અશોકભાઈ માવજી ભાઈ મેતીયા તરફથી સ્નેહ ભોજન કરી સૌ છૂટા પડ્યા, આજની મીટીંગ નો વિશેષ આનંદ થયો.


