GUJARAT : ઝઘડિયાના શિયાલી મર્ડર કેસમાં છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની આગોતરા જામીન અરજી નામંજૂર

0
47
meetarticle

ઝઘડિયા તાલુકાના શિયાલી ગામે થયેલા પૂર્વ સરપંચ ભોગીલાલ વસાવા હત્યા કેસમાં પોલીસ તપાસ બાદ પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની સંડોવણી ખૂલી છે. આ ઘટનાને શરૂઆતમાં ટ્રક અકસ્માત તરીકે દર્શાવવામાં આવી હતી, પરંતુ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આ એક સુનિયોજિત હત્યા હોવાનું સામે આવ્યું છે.


ભોગીલાલ વસાવાએ આર.ટી.આઈ. હેઠળ કેટલીક માહિતી માંગી હતી, જેના કારણે આ હત્યાનું કાવતરું ઘડાયું હોવાનું મનાય છે. આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ટ્રક દિલીપ વસાવા પાસે હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું. ધરપકડથી બચવા માટે દિલીપ વસાવાએ અંકલેશ્વર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી નામંજૂર કરી છે. આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓ, રણજીત વસાવા, દિલીપ ઉર્ફે ડીજે વસાવા અને નીપુલ વસાવાની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here