અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારના મંડી સેક્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક AK-47 અને એક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે. ઘટનાની માહિતી આપતાં પૂંછ પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પોલીસે જણાવ્યું કે, આ દરમિયાન પોલીસે દરોડા પણ પાડ્યા હતા. આ દરમિયાન, આઝમાબાદ સ્થિત એક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી આ ઘરના માલિક સ્થાનિક રહેવાસી તારિક શેખ અને ચેમ્બર ગામના રહેવાસી તેના સાથી રિયાઝ અહેમદની અટકાયત કરવામાં આવી છે.
બંનેની પૂછપરછ કરાઈ
અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ બાદ, બંનેની પૂછપરછ કરવામાં આવી હતી. તેમની પાસેથી મળેલી માહિતીના આધારે, પોલીસે જાલિયન ગામમાં સ્થિત શેખના બીજા ભાડાના મકાન પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી આ હથિયારો મળી આવ્યા હતા.


