ARTICLE : ભારત રત્નથી સન્માનિત લતા મંગેશકરનો જન્મદિવસ ઉજવાયો

0
51
meetarticle

સુર સામગ્રી લતા મંગેશકર ભલે આજે આપણી વચ્ચે નથી પણ કોકિલ કંઠી લતાજીના સદાબહાર ગીતો કરોડોના દિલ દિમાગમાં આજે ગુંજ્યા કરે છે. આજેસુર સામગ્રી લતા મંગેશકરનો 28 મીએ જન્મદિવસ ઉજવાયો.દિગ્ગજ લતા મંગેશકરે પોતાની કળાથી દેશ જ નહીં, દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવી હતી 28મી સપ્ટેમ્બર, 2025ના રોજ લતા મંગેશકરનો 95મો જન્મદિવસ ઉજવાયો. દેશભરના લોકો લતા મંગેશકરનેઆજે યાદ કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લતા મંગેશકર માટે ટ્વિટ કરતા લખ્યુંહતું કે , ‘આદરણીય લતા દીદીને જન્મદિવસની શુભેચ્છા. આપનો મધૂર અવાજ આખા વિશ્વમાં ગૂંજે છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યે વિનમ્રતા અને જનૂન માટે સમ્માન કરવામાં આવે છે. વ્યક્તિગત રીતે તેમના આશિર્વાદ મહાન શક્તિનો સ્ત્રોત છે. હું લતા દીદીના લાંબા અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરુ છુ.’

લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બરે 1929 એ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. લતાજીએ તેમના જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. સંગીતના ક્ષેત્રમાં તેમને ઘણાં સમ્માન મળી ચૂક્યાં છે. સંગીતના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપવા માટે ભારત રત્ન, પહ્મ વિભૂષણ, પહ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી ચૂક્યાં છે.
લતા મંગેશકરજીએ 50 હજારથી વધારે ગીતો ગાઈ ચૂક્યા છે. કેટલાક એવરગ્રીન ગીતો અહીં રજૂ કરવામાં આવ્યા છે. જેમકે ફિલ્મ ‘વો કૌન થી’ લગ જા ગલે…, ફિલ્મ ‘પ્રેમ પુજારી’ ગીત રંગીલા રે…, ફિલ્મ ‘આંધી’, ગીત ‘તેરે બીના જિંદગી સે કોઈ શિકવા’, ફિલ્મ ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’, ગીત ‘અજીબ દાસ્તાં હે યે’..,ફિલ્મ ‘દો બદન’, ગીત ‘લો આ ગઈ ઉનકી યાદ’…,ફિલ્મ ‘મેરા સાયા’, ગીત ‘તૂ જહાં જહાં ચલેગા મેરા સાયા’…, ફિલ્મ ‘મહબૂબ કી મહેન્દી’, ગીત ‘જાને ક્યોં લોગ મોહબ્બત કિયા કરતે હે’…, ફિલ્મ ‘આશા’, ગીત ‘શીશા હો યા દિલ હો’…,ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’, ગીત ‘સત્યમ શિવમ સુંદરમ’ફિલ્મ વો કૌન થી નું ગીત લગ જા ગલે… એક એવું ગીત છે જેની ધૂનમાં બધા જ ખોવાઈ જાય છે. મનની ઈચ્છાઓને જાહેર કરતુ આ ગીત બધાને ખૂબ પસંદ પડે છે. રંગીલા રે ગીતમાં લતા મંગેશકરના અવાજના જાદૂથી શણગારેલા આ ગીતમાં દેવાનંદ અને વહીદા રહેમાન જોવા મળે છે.

તેરે બીના જિંદગી સે કોઈ શિકવા ગીતમાં જિંદગીની અધૂરી વાર્તાને સંભળાવતા લતા મંગેશકર અને કિશોર કુમારના અવાજથી ખૂબ જ સુંદર ગીત રજૂ કર્યું હતુ. અજીબ દાસ્તાં ગીતમાં આ ગીતમાં પોતાના અધૂરા પ્રેમને ગુમાવી દેવાના દુઃખનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં ટ્રેજડી ક્વિન મીના કુમારી જોવા મળે છે .લતાએ 5 વર્ષની વયે ગીત ગાવાનુ શરૂ કર્યુ હતુ. સ્ટેજ પર ગાતા તેમને પહેલી વખત 25 રૂપિયા મળ્યા હતા, જેને તેઓ પોતાની પહેલી કમાણી માનતાં હતાં. અભિનેત્રીના રૂપમાં તેમને પહેલી વખત 300 રૂપિયા મળ્યાં હતાં.
ઉસ્તાદ અમાન ખા ભિંડિ બજારવાળા અને પડિત નરેન્દ્ર શર્માને તેઓ સંગીતમાં પોતાના ગુરૂ માને છે. તેમના આધ્યાત્મિક ગુરૂ શ્રીકૃષ્ણ શર્મા હતાં.


લતાએ પોતાનું પહેલું ફિલ્મી ગીત મરાઠી ફિલ્મ ‘કિતી હંસલી’ માં ગાયું હતું પરંતુ કોઇ કારણોસર તે ગીતનો ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો .ગુજરાતી ભાષા સિવાય પણ લત્તા મંગેશકરે મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડ, ઓડિયા, આસમીસ, પંજાબી, બંગાળી, ભોજપુરી, નેપાળી, ઉર્દુ, અંગ્રેજી, કોંકણી, તુલુ, મરાઠી અને મણીપુરી ભાષામાં પણ ગીતો ગાયા હતા. લતાજીના ગીતો આપણને બીજા સૈકાઑ સુધી યાદ રહેશે.

REPORTER : દીપક જગતાપ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here