“વર્કિંગ વુમન “તો સાંભળ્યું જ હશે આજે વર્કિંગ મધર પર આપણે વાત કરીએ. વર્કિંગ વુમન પર ઘર તેમજ નોકરી ની જ જવાબદારી હોય પરંતુ આજે એક મહત્વપૂર્ણ ની જવાબદારી ( તેનું બાળક ) સાથે વર્કિંગ મધર ની વાત કરીશું .
“વર્કિંગ મધર “ આ શબ્દ પાછળ ની વેદના અને લાગણી જેના પર વીતે તે જ અનુભવ કરી શકે . જે વર્કિંગ વુમન છે પરંતુ માતા પણ છે તેને સેલ્યુટ છે વર્ક સાથે તે ઘર તેમજ મહત્વ નું એના બાળકની જવાબદારી નિભાવે છે .
માતા બની ગયા પછી નો એક વારંવાર કહેવા માં આવતું વાક્ય કે “હવે છોકરું કોણ સાચવશે તો નોકરી છોડી દો”. જો ના કહીએ કે નોકરી તો કરીશ હું તો કહેશે કે કેવી માં છે એના બાળક કરતા એને નોકરીની પડી છે .તમે કોઈ એવી માં જોઈ છે કે તેને તેના બાળક ની પડી ના હોય . ઊંડાણપૂર્વક પૂછજો તમે તેને તેના નોકરી કરવા પાછળ ની મજબૂરી તમને ખ્યાલ આવી જશે. અરે માં ગાંડી ઘેલી ગમે તેવી હોય તો પણ તેને તેના બાળક પ્રત્યેની લાગણી તો અપાર જ હોય .
સવાર ના ઉઠતા જ તેના બાળકને ઉદાસ તેમજ રડતા મૂકી ને આવતા કઈ માં નો જીવ ચાલે !! હવે તમને એવું પણ થશે કે તો નોકરી મૂકી દેવાય ને !! પણ નોકરી પાછળ ની મજબૂરી કઈક ને કઈક હશે જ, કોઈક ને આર્થિક પરિસ્થિતિ , કોઈક ને કૌટુંબિક સમસ્યા, કોઈક ને એવું પણ હશે કે મારા બાળક ના ઉજવળ ભવિષ્ય માટે, બાળક ના સપના પૂરા કરવા માટે નોકરી કરું . પરંતુ બધાના કારણ તો એમની દ્રષ્ટિ એ તો તદ્દન યોગ્ય જ હશે .
સવાર ના ઉઠતા જ બાળક તેમજ ઘરની સારસંભાળ કરી ને પછી નોકરી પર જવું, ત્યારબાદ નોકરી પર ત્યાંની અલગ વ્યથા , આખો દિવસ પોતાના બાળક ને તેના દૂર થી રાખવું, ના જોવું, તેને શું ખાધું હશે , ઊંઘ્યો હશે કે નહીં , શું કરતો હશે તેના પાછળની વેદના નહીં સમજી શકો . ઘર – બાળક – નોકરી બસ આ ચક્ર ચાલ્યા જ કરશે આ બધા માં તે પોતાની ઈચ્છા, લાગણી ,વ્યથા તેમજ પોતાનો માટે નો સમય એ બધું એક બાજુ માં જ મૂકી દે છે .
આખા દિવસ નો થાક ફક્ત ને ફક્ત ઘરે આવી ને પોતાના બાળકનું સ્મિત જોઈ ને જ ઉતરી જશે . અમને પણ એવું થાય છે કે કાશ!! મારું બાળક પણ મારા જોડે ૨૪ કલાક રહે.
હા, વર્કિંગ મધર બનવું ખરેખર મુશ્કેલ છે…
પણ તે toughest હોવા છતાં પણ સૌથી સુંદર ભૂમિકા છે. કારણ કે માતૃત્વ અને કરિયર — બન્નેમાં ઉજાસ ફેલાવવાની શક્તિ માત્ર માતાને જ મળે છે.
વર્કિંગ વુમનથી વર્કિંગ મદ્યર સુધીનો સફર એ સ્ત્રીની સફળતાનો સૌથી સુંદર અધ્યાય છે.

લેખીકા :- ડો. ચાર્મી એમ પ્રજાપતિ (પાલનપુર)

