ARTICLE : વિશ્વમાં સૌથી વધુ બોલાતી પ્રથમ 25 ભાષામાં ગુજરાતી ભાષાનું સ્થાન 24મું છે.

0
13
meetarticle

ગુજરાતી તરીકે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે વિશ્વમાં સૌથી વધુ બોલાતી પ્રથમ 25 ભાષામાં ગુજરાતી ભાષાનું સ્થાન 24મું છે.

વિશ્વમાં સૌથી વધુ મેન્ડેરિન ભાષા ચીનમાં બોલાય છે. બીજા નંબર સ્પેનિશ અને ત્રીજા નંબરે અંગ્રેજી અને ચોથા નંબરે હિન્દી આવે છે. બંગાળી પાંચમાં ક્રમે, મરાઠી દસમાં ક્રમે છે. વિશ્વમાં 5 કરોડ 64 લાખથી વધુ લોકો ગુજરાતી ભાષા ગૌરવ સાથે બોલે છે.

મુંબઈના શેરબજારની સત્તાવાર ભાષા ગુજરાતી હતી. દેશના બંધારણની કલમ 8 મુજબ ગુજરાતી ભાષાને માન્યતા આપવામાં આવી છે. ગુજરાતી ભાષા દેશની પ્રથમ 30 ભાષાઓમાં સ્થાન ધરાવે છે. જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં આવી ત્યારે બ્રિટિશરો માટે કંપનીને ગુજરાતી ભાષાના જાણકાર રાખવાનું મહત્ત્વ હતું.આજે ચીનની બેઈજિંગ યુનિવર્સિટીએ બે વર્ષનો ગુજરાતી ભાષાનો કોર્સ શરૂ કર્યો છે.’ગુજરાત’ વિશેષણ તરીકે, ગુજરાતી સંસ્કૃત શબ્દ ‘ગુજરાત’ અને પ્રાકૃત શબ્દ ‘ગુજરાત’ પરથી આવ્યો છે. પાષાણ યુગથી લઈને સલ્તનતકાળ સુધી ગુજરાતી ભાષા વૈભવી બની, તે સમયે ગુજરાતના 366 રાજ્યોમાં ગુજરાતી ગૂંજતી હતી.આજે જ્યારે અંગ્રેજીનું મહત્ત્વ વધી રહ્યું છે ત્યારે આપણી આવનારી પેઢીમાં ગુજરાતી ભાષા પ્રત્યેની કદર કેળવવી ખૂબ જ જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓ તેમના બાળકોને ગુજરાતી શીખવા મોકલે છે. ઘણી ભાષાઓ જાણવી સારી છે, પરંતુ માતૃભાષા જાણવી જોઈએ.બાળકોને ગુજરાતી બોલવા અને વાંચવા દો. ભાષા તેના ઉપયોગ દ્વારા ટકી રહે છે. માણસ પોતાની માતૃભાષામાં વિચારે છે, સપના જુએ છે અને ત્યારે જ તે બીજી ભાષામાં પરિવર્તિત થાય છે. અંતે એટલું જ કે “જ્યાં ગુજરાતી છે ત્યાં સદાકાળ ગુજરાત.” ચાલો તેને સાર્થક કરીએ.

એક સમયે ગુજરાતના 366 રજવાડાઓમાં ગુંજતી ગુજરાતી ભાષાએ 21મી સદીમાં સીમાડા વટાવી ચુકી છે. સમૃદ્ધ ગુજરાતી ભાષા જ્યાં જ્યાં એક એક ગુજરાતી વસે ત્યાં ત્યાં એટલે કે દેશ વિદેશમાં ગુંજી રહી છે.

તાડપત્રીમાં લખાતી ગુજરાતી ભાષા ઈન્ટરનેટના યુગમાં મોબાઈલ સુધી એટલે કે દરેક હાથ સુધી સરળતાથી પહોંચી તો ગઈ પરંતુ ગુજરાતની ભાષાને બચાવવા અનેક પડકારો છે જેમે જેમ ઈન્ટરનેટનું વર્ચસ્વ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતી ભાષા ઓછી બોલાઈ રહી છે. આજકાલ અંગ્રેજી ભાષાનું મહત્વ ખૂબ વધી ગયું છે.

એટલે એક પછી એક ઘરમાં અંગ્રેજીનો સારો એવો પગપેસારો થઈ રહ્યો છે. ગુજરાતી માતા-પિતા પણ તેમના સંતાનને અંગ્રેજી મીડિયમમાં ભણાવવા માંગે છે.

હાલ વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી ભાષાને જીવાડવાની નવી પેઢીમાં ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ જગાડવાની ખૂબ જરૂર છે. ભાષાનું સંવર્ધન અને જતનની જવાબદારી કોઈ એક વ્યક્તિ કે સરકારની નહી પરંતુ સમગ્ર સમાજની છે. તો આવો ભાષાનું મહત્વ સમજીએ અને તેને વિશ્વ ફલક પર પહોંચાડીએ.

આજે જ્યારે ગુજરાતીઓના ઘરોમાં અંગ્રેજીનું મહત્વ વધી ગયું છે ત્યારે બાળકોમાં માતૃભાષા ગુજરાતી પ્રત્યે પ્રેમ કેળવવો જરૂરી છે.

તમામ ગુજરાતીઓ ગુજરાતના પ્રખ્યાત કવિ નર્મદના જન્મદિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ગૌરવભેર ઉજવે છે.
નર્મદ અનેક રીતે ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર હતા.વિશ્વની સૌથી વધુ માતૃભાષકો ધરાવતી ૩૦ ભાષામાં ગુજરાતી ભાષાનું ૨૩મું સ્થાન છે. ગુજરાતની અસ્મિતાનું બીજું નામ ગુજરાતી ભાષા છે.
ગુજરાતમાં સમાજ સુધારક કવિ વીર નર્મદના જન્મદિવસ 24 ઓગષ્ટને વિશ્વ ગુજરાતી ભાષા દિવસના રૂપે ઉજવવામાં આવે છે. કવિ નર્મદાશંકર લાલશંકર દવે નો જન્મ 24 ઓગસ્ટ 1833 ના રોજ સુરતમાં થયો હતો
તેઓ ધર્માંધતા અને ધાર્મિક અસહિષ્ણુતાના વિરોધી હતા. એક રાષ્ટ્ર, સ્વરાજ અને રાષ્ટ્રભાષાનો વિચાર કરનાર તેઓ પ્રથમ હતા. ગોંડલના કવિઓ નર્મદ અને ભગવાનસિંહજીએ ગુજરાતીને સમૃદ્ધ બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. તેમણે ગુજરાતી શબ્દકોશ વિકસાવવામાં વર્ષો વિતાવ્યા. 1850માં તેઓ આધુનિક ગુજરાતી ભાષાના પ્રણેતા હતા. જેમાં તેમની સાથે દલપતરામ, પ્રેમાનંદ, કાન્ત, કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી, કલાપી, કે.એમ. મુનશી જેવા પ્રખર ગુજરાતી શબ્દોકારોએ ગુજરાતી ભાષાને નવું સ્વરૂપ આપ્યું હતું. સોલંકી કાળના એક હજાર વર્ષ પહેલાં અને પછી, ગુજરાતી ભાષામાં સાહિત્યનું નિર્માણ થયું, ભગવદ ગીતા અને રામાયણનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ. તે સમયે ભાલણ, નરસિંહ મહેતા, દયારામ ભટ્ટ જેવા શબ્દ સાધકોએ ગુજરાતીના શરૂઆતના દિવસોમાં વિશેષ યોગદાન આપ્યું હતું.

અંધવિશ્વાસ અને ધાર્મિક અસહિષ્ણુતાનો એ સમયે પણ વિરોધ કરનાર નર્મદ અનેક રીતે ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર હતા. એક રાષ્ટ્ર, સ્વરાજ અને રાષ્ટ્રભાષા વિશે ગાંધીજી અને નહેરૂથી પાંચ સદી પહેલા વિચાર મૂકનાર નર્મદ સમયથી ઘણા આગળ હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here