ARTICLE : ઈઝરાયલની આધુનિક ખેતી

0
13
meetarticle

ઈઝરાયલ એક નાનું દેશ છે જે મુખ્યત્વે રણ વિસ્તારોમાં આવેલો દેશ છે, અને ત્યાં પાણીના અભાવ અને અણધારી વાતાવરણને કારણે કૃષિ અને જીવનયાપન માટે પાણીનું મહત્વ અત્યંત વધુ છે. ઈઝરાયલમાં વાર્ષિક વરસાદ ખૂબ જ ઓછો પડે છે (માંડ ૨૦૦-૩૦૦ મિમી સુધીનો વરસાદ પડે છે. એટલે ઇઝરાયલ માટેપાણીનું એક એક ટીપું કિંમતી છે. એટલે ઓછા પાણીનો અદ્ભુત રીતે સંગ્રહ કરીને પાણીની જરુરિયાત પૂરી કરે છે. આ વ્યવસ્થા વિશ્વની સૌથી અદ્યતન અને કાર્યક્ષમ છે, જેને કારણે ઈઝરાયલ “ડ્રીપ ઈરીગેશનનું જન્મસ્થાન” કહેવાય છે.ઈઝરાયલે ઓછી જમીન પર અને ઓછા પાણીની મદદથી કૃષિમાં એક અસાધારણ સફળતા પ્રાપ્ત કરી છે
ઈઝરાયલ ખેતીમાં એવી ટેકનિક વાપરે છે કે આખી દુનિયા તેને કરે છે ફોલો, ઓછી જમીનમાં ઢગલાબંધ ઉત્પાદન.ઈઝરાયલમાં જમીન ખૂબ જ ઓછી છે. એટલા માટે ત્યાં વર્ટિકલ ફાર્મિંગ ટેકનિકને અપનાવી આવી છે. કેટલાય લોકો વર્ટિકલ ફાર્મિંગ ટેકનિકથી ઘરની દીવાલોમાં નાના ખેતર બનાવે છે. તો વળી આ ટેકનિકથી દીવાલની સજાવટ પણ થઈ જાય છે.ઈઝરાયલની કૃષિ ટેકનિકમાં વર્ટિકલ ફાર્મિંગમાં હાઈડ્રોપોનિક્સ, એક્વાપોનિક્સ અને એરોપોનિક્સ સૌથી વધારે ચર્ચિત છે.હાઈડ્રોપોનિક્સ ટેકનિકમાં માટીનો ઉપયોગ થતો નથી. એક સોલ્યૂશનમાં છોડને ઉગાડવામાં આવે છે. એરોપોનિક્સમાં હવામાં જ છોડ તૈયાર થઈ જાય છે.

ઈઝરાયલની રણમાં ખેતી (મુખ્યત્વે નેગેબ ડેસર્ટમાં) વિશ્વની સૌથી અદ્યતન અને પ્રેરણાદાયી છે. દેશના ૬૦%થી વધુ વિસ્તાર રણ છે, જ્યાં વાર્ષિક વરસાદ માત્ર ૫૦-૨૦૦ મિમી પડે છે, પરંતુ ત્યાં પણ તેઓ ખેતી કરીને ફળો, શાકભાજી, તેલીબીયા અને અન્ય પાક ઉગાડે છે દેશના ૪૦%થી વધુ પાક રણ
માં ઉગાડવામાં આવે છે!

ઈઝરાયલમાં વાર્ષિક વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે –l દેશના મોટા ભાગમાં ૨૦૦-૪૦૦ મિમી (આશરે ૮-૧૬ ઇંચ) જ પડે છે, જે ભારતના દિલ્હી (૮૦૦ મિમી) કરતા ઘણું ઓછું છે. ગાલીલી પર્વતો જેવા ઉત્તરીય વિસ્તારોમાં વધુ (૭૦૦ મિમી સુધી) પડે છે, જ્યારે નેગેબ ડેસર્ટમાં માત્ર ૫૦ મિમી. વરસાદ મુખ્યત્વે શિયાળામાં (ઓક્ટોબરથી માર્ચ) પડે છે, અને તે થોડા જ દિવસોમાં કેન્દ્રિત થઈ જાય છે. ઓછા વરસાદને પણ તેઓ અત્યંત કાર્યક્ષમ રીતે વાપરે છે.

ઇઝરાયલે પાણીના સ્ત્રોતો અને સંગ્રહ વ્યવસ્થા વૈજ્ઞાનિક રીતે અદભુત રીતે કરી છે. ઈઝરાયલમાં વરસાદનું ૮૫% પાણી સંગ્રહ કરવામાં આવે છે. તેઓ નદીઓ (જેમ કે જોર્ડન નદી), જળાશયો અને રિઝર્વોયર્સ (જેમ કે સી ઓફ ગાલીલી) દ્વારા વરસાદને એકઠો કરે છે. દેશમાં ૩૦૦ કિમી લાંબી “નેશનલ વોટર કેરિયર” પાઇપલાઇન વ્યવસ્થા છે, જે ઉત્તરથી દક્ષિણ સુધી પાણી પહોંચાડે છે. આ વ્યવસ્થા ૧૯૬૪માં બનાવવામાં આવી હતી અને તે વિશ્વની સૌથી મોટી પાણી વિતરણ વ્યવસ્થાઓમાંની એક ગણાય છે.

ઇઝરાયેલ માં વરસાદ ઓછો છે એટલે માત્ર વરસાદ પર બેસી તો રહેવાય નહીં. એટલે આ નાનકડા દેશે વરસાદના કરતા વધુ પાણી મેળવવા માટે અન્ય સ્ત્રોતોપણ શોધી કાઢ્યા છે. જેને ડિસ્કેલિનેશન (ડિઝાલિનેશન)કહે છે. જેમાં સમુદ્રી ના ખારા પાણીને મીઠું પાણી પીવા યોગ્ય બનાવવું. ઈઝરાયલ વિશ્વમાં સૌથી વધુ ડિસ્કેલિનેશન કરે છે.તેમના ૭૦% પીવાના પાણી આનાથી આવે છે. સોરેક, હાદેરા અને આશ્કેલોન જેવા પ્લાન્ટ્સ વિશ્વના સૌથી મોટા. પ્લાન્ટ છે, જે દરરોજ ૧ મિલિયન ક્યુબિક મીટર પાણીનું ઉત્પાદન કરે છે.

   એ ઉપરાંત વપરાયેલા પાણીનું ફરીથી રિસાયક્લિંગ પણ કરવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ  ૮૫% ગંદા પાણીને શુદ્ધ કરીને કૃષિ માટે પાણી ઇઝરાયેલ વાપરે છે. ઇઝરાયેલ વિશ્વનો એકમાત્ર દેશ છે જ્યાં કૃષિમાં ૯૦% પાણી રિસાયકલ્ડ હોય છે.

એ ઉપરાંત ગ્રાઉન્ડવોટર અને સોલર-પાવર્ડ વ્યવસ્થા પણ એટલી જ આધુનિક અને સુંદર છે. આધુનિક ટેક્નોલોજી ની આ પદ્ધતિથી પાણીની બચત કરે છે.

 આ બધાના કારણે, ઈઝરાયલ પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ માત્ર ૨૬૦ ક્યુબિક મીટર પાણી વાપરે છે (ભારતમાં આ ૫૦૦ ક્યુબિક મીટરથી વધુ છે), અને તેઓ પાણીની જરુરિયાત ૧૦૦% પૂરી કરે છે – એટલે કે, તેઓ પાણીના નિકાસકાર (water exporter) છે!

ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ: ફળોના વૃક્ષો-વેલા માટે અદ્ભુત ઉકેલ:

ઈઝરાયેલની ખેતી વિશ્વ પ્રસિદ્ધ છે. એ માટે ડ્રીપ ઈરીગેશનનો ઉપયોગ કરે છે. આ એક અદ્યતન પદ્ધતિ છે જેમાં પાણીને ટીપા-ટીપા દ્વારા સીધું છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે. પરંપરાગત ઈરીગેશનમાં પાણી વ્યર્થ થાય છે બાષ્પીભવનથી ૫૦-૭૦% ગુમાવાય છે. પરંતુ ડ્રીપમાં ૯૦-૯૫% પાણીનો ઉપયોગ થાય છે. તેમાં ફર્ટિલાઇઝર પણ સાથે મેળવી શકાય છે

આ ટેક્નોલોજી ૧૯૫૦ના દાયકામાં સિમ્ચા બ્લાઉ અને કિર્શ્ટ બ્લાઉ દ્વારા વિકસાવવામાં આવી. તેમણે પ્લાસ્ટિક પાઇપ્સમાં નાના છિદ્રો બનાવીને આ વ્યવસ્થા બનાવી. આજે, ઈઝરાયલના ૭૫% કૃષિભૂમિમાં આ વપરાય છે.

આ પદ્ધતિ ફળોના વૃક્ષો-વેલા માટે ખૂબ સફળ થઈ છે. ફળો જેમ કે નારંગી, લીંબુ, આમળા, બેરી, અંજીર, ડેરી અને અન્ય વેલ (જેમ કે દ્રાક્ષ, સ્ટ્રોબેરી)ને પાણીની ખૂબ જરુર પડે છે, કારણ કે તેઓ ફળ આપવા માટે નમન-માટીમાં ઊંડા મૂળો અને નિયમિત પાણી જરુરી છે.તેથી ડ્રીપ સિસ્ટમથી પાણી સીધું મૂળને મળે છે, જેથી વૃક્ષો વધુ મજબૂત બને છે અને રોગો ઓછા થાય છે.એનાથી સારી એવી પાણીની બચત થાય છે. પરંપરાગત રીતે ૧૦,૦૦૦ લિટર પાણી જરુરી હોય છે જ્યારે ડ્રીપમાં માત્ર ૪,૦૦૦ લિટર ની જરૂર પડે છે.
એનાથી ઉત્પાદન અનેક ગણો વધારો થાય છે.ઈઝરાયલમાં ફળોનું ઉત્પાદન પ્રતિ હેક્ટર ૨-૩ ગણું વધુ છે. ઉદાહરણ તરીકે નેગેબ ડેસર્ટમાં પણ તેઓ ફળો ઉગાડે છે!

ડેસર્ટમાં હાઇ-ટેક ગ્રીનહાઉસ બનાવવામાં આવે છે.જયા તાપમાન, ભેજ, CO₂, પ્રકાશ બધું કંટ્રોલ કરવામાં આવે છે.AI અને સેન્સર્સથી પાકની જરુરિયાત અનુસાર પાણી-ખાતર આપવામાં આવે છે.ટમેટા, કાકડી, પેપરિકા, સ્ટ્રોબેરી – ડેસર્ટમાં પણ વર્ષભર ઉગાડાય છે.

ઇઝરાયેલ આ બઘી વૈજ્ઞાનિક પદ્ધતિથી ફળોનું વિપુલ ઉત્પાદન કરે છેઅને વિશ્વમાં નિકાસ પણ કરતો થયો છે. ઇઝરાયલના ઉત્પાદનની વિગતો જોઈએ તો ઈઝરાયલની કુલ કૃષિ જમીન માત્ર ૨૦% છે (૧.૮ મિલિયન હેક્ટર), પરંતુ તેઓ વિશ્વમાં ટોપ નિકાસકાર છે. મુખ્ય ફળોમાંસાઇટ્રસ (નારંગી, લીંબુ)ઉત્પાદન નું વિશ્વમાં ૫મું સ્થાન છે અને વાર્ષિક ૧ મિલિયન ટન ઉત્પાદન કરે છે. મોંઘુ અને સ્વાસ્થ્ય વર્ધક ફળ અવોકાડોનું વિશ્વમાં ૨જું સ્થાન ધરાવે છે.યુરોપ માટે મુખ્ય સપ્લાયર છે.એ ઉપરાંત ડેરી, બ્લુબેરી, કિવી જેવા ફળો નું ઉત્પાદન ડ્રીપથી ઉચ્ચ ગુણવત્તા વાળા ફળોનું ઉત્પાદન થાય છે.જે વિશ્વમાં મોંઘા દરે વેચાય છે.એ ઉપરાંત દ્રાક્ષ (વાઇન માટે), પિયર, પીચ, પોમેગ્રાનેટ (દાડમ). તેઓ હાઇટેક ગ્રીનહાઉસ અને AI-આધારિત ફાર્મિંગ વાપરે છે, જેથી ડેસર્ટમાં પણ ફળો ઉગાડે છે.

ઈઝરાયલની કૃષિ નિકાસમાંથી ૪૦% ફળો-શાકભાજી છે. વાર્ષિક ૧.૨ અબજ ડોલરની નિકાસ, મુખ્યત્વે યુરોપ (જર્મની, રશિયા), એશિયા (ચીન, ભારત) અને અમેરિકામાં. ઉદાહરણ: તેઓ “જાફા ઓરેન્જ” માટે પ્રખ્યાત છે, જે વિશ્વભરમાં વેચાય છે. આનાથી તેઓ પાણીની અભાવ છતાં આર્થિક રીતે મજબૂત છે – કૃષિ GDPમાં ૨% યોગદાન આપે છે, પરંતુ નિકાસમાં ૫%. છે.

ઈઝરાયલને “સ્ટાર્ટ-અપ નેશન” કહેવાય છે, અને તેમની પાણી ટેક્નોલોજી (જેમ કે Netafim કંપની) વિશ્વભરમાં નિકાસ થાય છે. ભારતમાં પણ આ ડ્રીપ સિસ્ટમ વપરાય છે (મહારાષ્ટ્ર, ગુજરાતમાં).
વાતાવરણ પરિવર્તનથી વરસાદ વધુ અનિયમિત થઈ રહ્યો છે, તેથી તેઓ AI અને સેન્સર્સ વાપરીને પાણીનું વધુ સારું વ્યવસ્થાપન કરે છે.
ઈઝરાયલમાં ભૂખમરો નથી, અને તેઓ વિશ્વને શીખવે છે કે “ઓછા પાણીમાં વધુ ઉત્પાદન” કેવી રીતે શક્ય છે.આ વ્યવસ્થા ઈઝરાયલની નવીનતા અને અડગતાનું પ્રતીક છે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here