ARTICLE : ઓશો: સેક્સ ગુરુ નહીં પણ સેક્સ પ્રજ્ઞાની!

0
78
meetarticle

ઓશોને ગુરુના બદલે પ્રજ્ઞાની એટલે કહેવા છે કે ગુરુ શિષ્યની મર્યાદા સુધી વિસ્તરે છે જ્યારે પ્રજ્ઞાની સમગ્ર જગતના કણ કણમાં ફેલાઈ જાય છે કદાચ કામ ઉપર તેનું ચિંતન અને વિવરણ પુર્વ પશ્ર્ચિમના કોઈ ખુણા સુધી મર્યાદિત રહ્યું નથી.
જગતમાં એવા અનેક લોકોનો અવતરણ થયું છે કે જ માત્ર અલ્પ સમય માટે અહીં આવી ગયા પણ એવી સુગંધ છોડીને જતા રહ્યા કે તે હવા આજે પણ અનેક લોકોને આકર્ષિત કરી રહી છે વાતાવરણ તે નામથી મધમધી રહ્યું છે.ઓશો એવું જ એક મહાન તત્વચિંતક પાત્ર, હિંમત અને હોંસલાથી ભરેલો અવધૂત. કદી કોઈથી હાર્યો નહીં, થાક્યો નહીં,છુપાયો નહીં પણ સમયની સાથે ચાલીને ચટ્ટાનો સામે પણ ભીડાયો.કોઈ એક વ્યક્તિ માટે ભારત જેવી સંસદ ચિંતા કરતી હોય, દેશ નિકાલ માટેની માંગ થતી હોય તેવી ઘટના ભારતમાં ધર્મજગતમાં ભાગ્યે જ તમને જોવા મળે. ઓશો એક એવું પાત્ર કે જે દુનિયાને ધર્મના પાયાઓ સમજવા, જાણવા પૂર્વ પશ્ચિમની અધ્યાત્મિક દાર્શનિકતાને ખોલી ખોલીને આપણી સામે મુકી આપે!?
વિવાદો ઓશોનું બીજું નામ હતું તે જ્યાં ગયા ત્યાં અનેક વિવાદોને સાથે લઈને ગયા અને એટલી જ વધુ માત્રામાં કાંચળીની જેમ વિવાદ છોડીને આવ્યા.મધ્યપ્રદેશના જબલપુર પાસેના રાયસેન જિલ્લામાં કુપંવાડા ગામમાં ઓશોનો જન્મ 11 ડિસેમ્બર 1931ના રોજ જૈન પરિવારમાં થાય છે. તેમનું મૂળ નામ ચંદ્રમોહન જૈન છે.સને 1951માં તે જબલપુરની કોલેજમાંથી બીએની ડિગ્રી હાંસલ કરે છે. ત્યારે ત્યાંના પ્રોફેસર સાથે તેમનો જબરો વિસંવાદ થાય છે અને આખરે પ્રિન્સિપલ તેને કોલેજમાંથી કાઢી મૂકવા માટે લાચાર બને છે. બીજે દાખલ થવાની શરત સાથે રજનીશ પોતે જ એ કોલેજને છોડી દે છે.
સને 1957માં તે સાગર વિશ્વવિદ્યાલયમાં તત્વજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાય છે.તેથી તેના નામ આગળ આચાર્ય રજનીશ લાગી જાય છે. પોતાની જાતને તે આચાર્ય તરીકે ઓળખાવવા લાગે છે.પણ થોડા સમયમાં તે સરકારી નોકરીને અલવિદા કરીને મુંબઈની વાટ પકડે છે.સને 1969 માં તે મુંબઈમાં પોતાનું એક મુખ્યાલય સ્થાપે છે.તેની વાણી વિચાર ચિંતન હજારો લોકોને તેની પાછળ ઘેલા થવા મજબૂર કરે છે.ક્રિસ્ટીના મુલ નામની એક અંગ્રેજ મહિલા કે જેનું પાછળથી નામ માં યોગા તરીકે રજનીશ આપે છે તે તેની પીએ બની જાય છે. રજનીશે જે વાતો કરી તે વાતોથી સમગ્ર વિશ્વ એ ઝલઝલામાથી પસાર થાય છે. તેમણે કહ્યું કે ધર્મ અને રાજનીતિ એક સિક્કાની બે બાજુ છે. પૂર્વ પશ્ચિમની સેક્સ વિચારસરણી એ અલગ અલગ છે. અમેરિકી લેખક ટોમ વોગાસ તેને વિશ્વના સૌથી મોટા અધ્યાત્મિક નેતા ગણાવે છે. ઓશો એટલે સામુદ્રિક વિશાળતા અને એ વિશાળતા એ માત્ર જ્ઞાન અને દર્શન પૂરતી મર્યાદિત નથી તેઓ ધ્યાન સાધનામાં પણ એટલા જ અગ્રેસર જણાયા છે. તેમના પ્રવચનો પૈસા દઈને સાંભળનારા લોકોને સંખ્યા હજારોમાં જોવા મળી છે.તેઓનુ1.5 લાખથી વધુ પુસ્તકોનું વાંચન અને 250 જેટલા પુસ્તકોનું લેખન એ તેમના જ્ઞાન અને ઉપાર્જનની સાક્ષી પુરે છે. એવું કહેવાય છે કે ઓશો જેની પર નજર કરે એ નજર એ બસ પછી તેને જોયા કરતી. સેક્સ કે કામને તમે બંધિયાર ન રાખી શકો કે પછી તેની પવિત્રતા પર આંગળી કેમ ઉઠાવી શકો કે જેના થી સમગ્ર જગતનું સર્જન અને સૌંદર્ય પ્રાપ્ત થયું છે આ વાત ઓશો એ ડંકાની ચોટ ઉપર કહેતા જરાય ખચકાયા નથી.તેથી જ પુ. મોરારિબાપુએ તેને ‘ઓશો એટલે ઓશો’ કહ્યાં છે.
મુંબઈમાં સતત વરસાદને ભેજવાળા હવામાનને કારણે તેને ત્યાંનું વાતાવરણ અનુકૂળ આવતું નથી. એલર્જી અને અસ્થમા, દમ જેવી બીમારીઓએ તેમને સ્થળાંતર કરવા મજબૂર કરે છે. પછી તે 1974 ની આસપાસ પુનામા આશ્રમ સ્થાપે છે. દેશ-વિદેશના લોકો આશ્રમમાં આવવા લાગે છે પણ હજુ પણ ઓશો કંઈક કરવા માગતા હતાં.તેથી તે અમેરિકાની તરફ નજર દોડાવે છે અને 31-5- 1981 ના રોજ અમેરિકાના ઓરેગન સીટીમાં રજનીશપુરમ સ્થાપવા માટે ઉપડી જાય છે. તેમની પાસે ત્યાં 93 જેટલી રોલ્સ રોય દુનિયાની સૌથી મોંઘી ગાડીઓનો જમાવડો હોય છે. પ્રવાસી નિયમોનું ઉલ્લંઘન અને ઓરેગનમાં થયેલા ફૂડ પોઈઝનિંગ વગેરેમા રજનીશ ફસાય છે,17 દિવસ સુધી અમેરિકાની જેલમાં રહીને 48 લાખ જેટલો દંડ ભરવાની નોબત આવે છે.આખરે તે અમેરિકાને અલવિદા કરી દે છે. દુનિયાના અનેક દેશો સાથે તે પોતાનો આશ્રમ સ્થાપવા માટે પ્રયત્ન કરે છે પણ બધુ શુન્ય! માં તે માં આખરે ભારત માતાના શરણે પાછાં ફરે છે.
ભારતમાં તે પુનામાં આવીને વસવાટ કરે છે. 19 જાન્યુઆરી 1990 ના રોજ માત્ર 58 વર્ષની ઉંમરે તે દુનિયાને અલવિદા કરીને નીકળી જાય છે. કેટલાક લોકો માને છે કે ઓશો જન્મ્યા પણ નથી અને મર્યા પણ નથી.હા, તેના વિચારો અમર બની ગયાં છે.

તખુભાઈ સાંડસુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here