જીવનમાં સાચી સંગતનો બહુ મોટો અર્થ છે. મનુષ્ય જેવી સંગતમાં રહે છે, તેવું જ તેનું મન, વિચારો અને જીવન બની જાય છે. પરંતુ જો આપણે ભગવાનની સંગતમાં રહેવાનું શરૂ કરીએ તો જીવન સત્ય માં પરમ સુખ અને શાંતિથી ભરી જાય છે. શ્રીકૃષ્ણ ભગવાન માત્ર એક આરાધ્ય દેવ નથી, પરંતુ એક સાચા દોસ્ત પણ છે.
કૃષ્ણ સાથેની સંગત એટલે શું?
કૃષ્ણ સાથેની સંગત એટલે – મન, વાણી અને કર્મમાં ભગવાનને યાદ કરવા, તેમના ગુણોનું ચિંતન કરવુ અને તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવું.જેમ મિત્ર હંમેશા આપણું મનોબળ વધારતો હોય છે, તેમ ભગવાનની યાદ આપણને હંમેશા ધૈર્ય આપે છે.જેમ મિત્ર સાથે રહીએ ત્યારે એક ખાસ સુરક્ષા અને આનંદનો અનુભવ કરીએ છીએ, તેમ કૃષ્ણની સંગતમાં આપણું અંતર આત્મિક શાંતિથી ભરાઈ જાય છે.કૃષ્ણને “સખા” કહેવામાં આવ્યા છે. અર્જુનને પણ ગીતા દરમિયાન કૃષ્ણે કહ્યું – “હે સખા, તું ચિંતા ન કર, હું તારું હિત કરીશ.”
ગોપાલકાળમાં ગોપીઓ અને ગ્વાલબાળ સાથે કૃષ્ણે જે દોસ્તી કરી, તે આપણને શીખવે છે કે દોસ્તીનો આધાર પ્રેમ અને વિશ્વાસ છે.ગીતા આપણને જીવન જીવવાનો સાચો રસ્તો શીખવે છે.

બાહ્ય પરિસ્થિતિ કેટલીય કઠિન હોય, કૃષ્ણની સંગતમાં મન આનંદિત રહે છે.માણસની દોસ્તી ક્યારેક સ્વાર્થથી ભરેલી હોય છે, પરંતુ કૃષ્ણની દોસ્તી નિસ્વાર્થ છે.તેથી, કૃષ્ણને માત્ર ભગવાન તરીકે નહીં, પરંતુ આપણા જીવનના સાચા મિત્ર તરીકે અપનાવીએ. કારણ કે સાચો દોસ્ત એ જ છે જે ક્યારેય આપણને છોડતો નથી – અને એવો દોસ્ત માત્ર શ્રીકૃષ્ણ જ છે.
REPORTER : દર્શના પટેલ ( નેશનલ મેડાલિસ્ટ )અમદાવાદ


