ARTICLE : કેમ મહાન વ્યક્તિઓ “અલગ” હોવા છતાં” સરળ” હોય છે?

0
81
meetarticle

ચાલો જાણીએ…’અલગ બનવુ એટલે? તમારી આગવી ઓળખનું નિર્માણ.
સંસ્કૃતમાં એક ઉક્તિ છે “નકલ કરવાથી સફળતા નથી મળતી, અસલ બનવાથી જ મળે છે.” આજના સ્પર્ધાત્મક યુગમાં, દરેક વ્યક્તિ એકબીજાની જેમ બનવાનો, બીજાની સફળતાનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ, જે વ્યક્તિ ટોળાથી દૂર જઈને પોતાની મૌલિકતા (originality), પોતાના વિચારો અને પોતાની જીવનશૈલીને અપનાવે છે, તે જ ખરેખર અલગ તરી આવે છે.
અલગ બનવાનો અર્થ એ છે કે
આપડા વિચારો, કાર્યશૈલી અને અભિગમમાં આપડો પોતાનો સ્પર્શ ઉમેરવો. જે રીતે સમસ્યાનું નિરાકરણ કરીએ છીએ અથવા જીવન જીવએ છીએ, તે બીજા બધાથી અલગ હોવું જોઈએ. સમાજની સ્થાપિત માન્યતાઓ અથવા બીજા લોકો શું કહેશે તેની ચિંતા કર્યા વિના, આપડા આંતરિકઅવાજનેસાંભળીનેજીવવાની હિંમત. આત્મવિશ્વાસ સાથે પોતાના મૂલ્યો અને સિદ્ધાંતો પર અડગરહેવું.નવીનતા લાવવી જૂની પદ્ધતિઓ છોડીને કંઈક નવું કરવાનો સતત પ્રયાસ કરતા રહેવું. પછી ભલે તે આપડા કામમાં હોય, કલામાં હોય કે જીવન જીવવાની રીતમાં હોય.કોઈ પણ મહાન વ્યક્તિ હોય.પછી તે ગાંધીજી હોય કે એલોન મસ્ક, તેઓ એટલા માટે મહાન બન્યા કારણ કે તેઓ “અલગ” હતા. તેઓએ પ્રસ્થાપિત માર્ગને બદલે પોતાનો નવો માર્ગ બનાવ્યો.જોકે અલગ બનવું જરૂરી છે, પણ જો તે તમને બીજા લોકોથી દૂર કરી દે અથવા તમને અહંકારી (arrogant) કે દુર્ગમ (inaccessible) બનાવી દે, તો તે સફળતા લાંબો સમય ટકતી નથી. અહીં જ “અઘરા ન બનવા” ની વાત આવે છે.
અઘરા ન બનવાનો અર્થ એ છે કે
નમ્રતા આપડી સફળતા, અલગતા કે મૌલિકતાનું અભિમાન ન રાખવું. મહાન વ્યક્તિઓ હંમેશા નમ્ર રહે છે . આપડા કામમાં ભલે આપડે ટોચ પર હોઇએ, પરંતુ આપડા વ્યવહારમાં આપડે જમીન સાથે જોડાયેલા રહેવું જોઈએ. આપડા વિચારો અને વ્યક્તિત્વને એટલું જટિલ કે અઘરું ન બનાવાવું કે લોકો આપડી પાસે આવતા ડરે કે ખચકાય. આપડો સ્વભાવ સરળ અને મિલનસાર હોવો જોઈએ.
બીજાના વિચારો અને લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરવો. ભલે તમે અલગ રીતે વિચારતા હોવ, પણ બીજાના દૃષ્ટિકોણનો આદર કરવો. સારો વ્યક્તિ બનવું એ સફળ વ્યક્તિ બનવા કરતાં વધુ જરૂરી છે.આપડા અલગ અભિગમને કારણે આપડા મિત્રો, પરિવાર કે સહકર્મીઓ સાથેના સંબંધોમાં તિરાડ ન પડવી જોઈએ. યાદ રાખવુ, કોઈ પણ મોટી સફળતા માટે સાથ અને સહકાર જરૂરી છે.જો કોઈ વ્યક્તિ ખૂબ જ હોશિયાર હોય, પરંતુ “અઘરો” હોય એટલે કે કોઈની સાથે વાત ન કરે, હંમેશા ગુસ્સામાં રહે કે “અહંકાર” થી ભરેલો હોય, તો લોકો તેનાથી દૂર રહે છે. તેની પ્રતિભાની કદર થાય છે, પણ તેના વ્યક્તિત્વનો સ્વીકાર થતો નથી. સફળતાની ચાવી ખરો પડકાર ‘અલગ’ અને ‘અઘરા નહીં’ બનવા વચ્ચે સંતુલન જાળવવાનો છે.આપડા કામમાં, આપડી વિચારસરણીમાં, આપડા સર્જનમાં અલગ બનવુ. એક એવી ગુણવત્તા રજૂ કરવી.જેની કોઈ નકલ ન કરી શકે. પરંતુ, આપડા વર્તનમાં, વ્યવહારમાં, વાણીમાં સરળ અને સુલભ રહેવું. દરેક વ્યક્તિને સમાન આદર આપવો અને સહકારની ભાવના રાખવી.જે વ્યક્તિ પોતાના સિદ્ધાંતોમાં મક્કમ (અલગ) હોય, પણ બીજા લોકો પ્રત્યે દયાળુ (અઘરો નહીં) હોય, તે વ્યક્તિ જ સાચી સફળતા અને સન્માન મેળવે છે. તે સમાજમાં પોતાનું સ્થાન પણ બનાવે છે અને લાખો લોકોના હૃદયમાં પણ જગ્યા બનાવે છે.આથી, જીવનમાં હંમેશા યાદ રાખવુ તમારો રંગ અન્ય લોકોથી જુદો પાડો, પણ એટલા તીખા કે ઝેરી ન બનો કે લોકો તમારાથી દૂર ભાગે.

લેખિકા – દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ અમદાવાદ)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here