શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નહિ, પરંતુ સમાજનું ઘડતર કરનાર હોય છે. તેથી તેમનું સન્માન અને પ્રોત્સાહન આપવું અત્યંત જરૂરી છે. એવું માધ્યમિક, ઉચ્ચ માઘ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોષી માને છે. પોતે એક અધિકારી હોવા છતા આત્મા એમનો શિક્ષકનો છે. જે સમસ્ત શિક્ષક જાતિને પ્રેમ કરે છે.ગત વર્ષે હજારો પર્યાવરણ શિક્ષકો ને” હું છું પર્યાવરણ સંરક્ષક એવોર્ડ “થી સન્માનિત કરીને એક ઇતિહાસ રચ્યો. હવે 11 જાન્યુઆરી એ પાલનપુર ખાતે એકી સાથે
રાજ્યભરના 15000 શિક્ષકો નું કરાશે સન્માન.આ શિક્ષકોના સામૂહિક સન્માનનો એક ગૌરવ ભેર કાર્યક્રમ “ગુજરાત સારસ્વત સન્માન 2026” યોજવા જઈ રહ્યાં છે.. એકી સાથે આટલી મોટી સંખ્યામાં સારસ્વત સન્માનની એક મોટી ઘટના બનવા જઈ રહી છે.
આ ભગીરથ કાર્યના પ્રણેતા, પ્રેરક અને માર્ગદર્શક પુલકિત જોશીને જેટલાં ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.એક નિષ્ઠાવાન અને પ્રેરણાદાયી પર્યાવરણ પ્રેમી એવા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના મદદનીશ સચિવ પુલક્તિભાઈ જોશી ગુજરાતને મળ્યા છે. જેમણે સમગ્ર કાર્યક્રમના સારથી બનીને એવોર્ડ ફંક્શનના ચાર ચાંદ લગાવી દીધાં છે.આ સમગ્ર કાર્યક્રમના સારથી બનેલા પુલકિત જોશીએ સાબિત કરી બતાવ્યું કે એક અધિકારી ધારે તો શું ન કરી શકે? પુલકિત જોશી એક મદદ શિક્ષણ સચિવ સરકારી અધિકારી હોવા છતાં શિક્ષણપ્રેમી પુલકિતભાઈએ પોતાની અંદર રહેલા શિક્ષણપ્રેમને જાગૃત કરી જાગૃતિની એ મશાલ ગુજરાતના ખૂણે ખૂણે પ્રગટાવી. એ કઈ ઓછા આનંદ અને ગૌરવની વાત નથી. એક અધિકારી ધારે તો ઘણું બધું કરી શકે.. એ હકીકત ને પુલકિતભાઈ સાર્થક કરી બતાવ્યું છે. એ માટે પુલકિત ભાઈ ચોક્કસ ધન્યવાદ અધિકારી બન્યા છે.

ગુજરાત એ શ્રેષ્ઠ સારસ્વત શિક્ષકોની ભૂમિ છે. હવે 11 જાન્યુઆરી એ પાલનપુર શિક્ષક સન્માન ની ભૂમિ બનવા જઈ રહી છે.ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે કાર્યરત મહાનુભાવો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કરાયેલ ઉત્કૃષ્ટ કામગીરીને માન-આદર આપવા માટે 11 જાન્યુઆરી 2026 ના રોજગુજરાત સરકારના મંત્રીઓની હાજરીમાં સારસ્વત સન્માન કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે. જેમાં નિવૃત્ત શિક્ષકોને પણ જોડવામાં આવ્યા છે.
નોલેજ વેલી ફાઉન્ડેશનના ઉપક્રમે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના શ્રેષ્ઠ સારસ્વત શિક્ષકોને એક મંચ પર એકત્ર કરીને શિક્ષણ ક્ષેત્રે થતી ઉત્તમ પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કરવાનું છે, જેથી શિક્ષણની ગુણવત્તા વધુ ઉંચી સ્તરે લઈ જવાય.ગુજરાતના શિક્ષણજગતમાં ગુણવત્તા, નવીનતા અને સમર્પણના પ્રેરક દ્રષ્ટાંતરૂપ એવા શ્રેષ્ઠ શિક્ષકોને ઓળખીને તેમને સ્ટેજ પર બોલાવી સન્માનિત કરવામાં આવશે.ત્યારે સાચા અર્થમાં શિક્ષક સમાજનું ગૌરવ બનશે. આ સન્માન તેમના શિક્ષણ જીવનમાં કરેલા ઉલ્લેખનીય કાર્ય, નિષ્ઠા અને શિક્ષણ પ્રત્યેના સમર્પણને ઉજાગર કરવાનું એક પાવન પગલું બની રહેશે.
સંસ્થાનો હેતુ એ છે કે સારો શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતો નથી, પરંતુ બાળકના વ્યક્તિત્વનું ઘડતર કરે છે. તે સંસ્કાર આપે છે, વિચારી શકવાની ક્ષમતા વિકસાવે છે અને વિદ્યાર્થીઓને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાના માર્ગે પ્રેરિત કરે છે. શિક્ષણ માત્ર શાળા કે વર્ગખંડ સુધી મર્યાદિત નથી, પરંતુ તે એક સાચા નાગરિકનું ઘડતર કરે છે. સારો શિક્ષક વિદ્યાર્થીઓમાં નૈતિકતા, પ્રમાણિકતા અને નવી વિચારશક્તિ વિકસાવે છે. આવા શિક્ષકો સમાજ માટે આશા ની કિરણ સમાન હોય છે.આવા શિક્ષક નું સન્માન થવું જોઈએ. પુલકિત જોશી અને એમની ટીમ દ્વારા 2026 ના નવા વર્ષના પ્રારંભે. ગુજરાતની ધરતી પર
સારશ્વતોનું અનોખું સન્માન થશે.ત્યારે એમના આ સન્માન કાર્યક્રમ ને આવકારીએ.

REPORTER : દીપક જગતાપ
