ARTICLE : જિંદગી જીવવાની “મજા કરવાની” કંઈક નવું શીખવાની કોઈ ઉંમર નથી હોતીઅત્યારે નહીં તો ક્યારે?

0
51
meetarticle

જીવન ભગવાનનો સૌથી અનમોલ ઉપહાર છે એમાં ઉંમરની કોઈ સીમા નથી મજા ખુશી, આનંદ અને નવી શરૂઆત કરવાનો હક દરેક ઉંમરે સમાન છે જીવનમાં ઉંમર ફક્ત કેલેન્ડર પર બદલાય છે ઘણા લોકો 60- 70 વર્ષ ની ઉંમરે પણ નવા નવા વ્યવસાય, પ્રવાસ નવું નવું શીખે છે એ સાબિત કરે છે કે મજા અને શીખવાની કોઇ ઉંમર કે બંધન નથી .


આપડે વિચારીએ કે મજા ક્યારે કરવાની? શું કોઈ ઉંમર હોય મજા કરવાની? પહેરવા ઓઢ વાની, હારવા ફરવાની ,ખાવા પીવાની, હસવા રમવાની તો સમજીએ કે જીવનમાં મજા કરવાની કોઈ નિશ્ચિત ઉંમર નથી હોતી શ્રેષ્ઠ સમય એ છે જે આપણે અત્યારે જીવી રહ્યા છીએ આપડે એવું વિચારીયે કે બાળપણ, કોલેજ ,નોકરી , યુવાન, વૃદ્ધાવસ્થા દરેકની એક મોજ શોખ કરવાની ઉંમર હોય પણ જીવનનો આનંદ ઉંમર સાથે નહીં પણ માનસિકતા સાથે જોડાયેલો છે જીવન ટૂંકું છે ખુશીઓ માટે કોઈ મોજ, શોખ કરવા માટે કોઈ પ્રસંગ કે રજાઓની રાહ શા માટે જોવી. દરેક દિવસ તહેવારની જેમ નાની નાની પળોમાં પણ આનંદ માણીએ. ભવિષ્યની ચિંતા કે ભૂતકાળના પસ્તાવવા માં એના વિચારો માં જીવનની અનમોલ પળ ગુમાવી દઈએ છીએ.પણ સાચું જીવન આજે અને હમણાં જ છે પોતાના શોખ મન ગમતા કાર્યો જેમાં ખરેખર આપણને આનંદ મળે છે એ માટે સમય કાઢીએ.ઘણીવાર જવાબદારીઓ પૈસા કમાવા, સિવાય કોઈ વિકલ્પ દેખાતો જ નથી શરૂઆતમાં માતા-પિતા કુટુંબ, જીવનસાથી ,બાળકો ના ભવિષ્ય , ઘર ના હપ્તા આ તબક્કો સૌથી લાંબો અને પૈસાની દોડધામ વાળો હોય છે આ બધી સામાજિક અને આર્થિક જવાબદારીઓ પૂરી કરતા કરતા આપણે પોતાના માટે જીવવાનું ખુશીઓ માણવાનું ભૂલી જઈએ છીએ અને જ્યારે બધી જવાબદારીઓ પૂર્ણ થાય ત્યારે કદાચ જીવનનો મોટો ભાગ પૂરો થઈ ગયો હોય છે એટલે જ સમયનું રોકાણ પૈસાની જેમ મિત્રો, કુટુંબ, મોજશોખ , મુસાફરી,ગમતા કાર્યો મા કરીએ.
કોલોનલ સેન્ડરસ KFC ના સ્થાપક 65 વર્ષની ઉંમરે શરૂ કર્યું આજે દુનિયાભરમાં પ્રખ્યાત થયા , બચ્ચનસિંહ દાદા 80 વર્ષની ઉંમરે મેરેથોન દોડવાનું શરૂ કર્યું. ઘણી દાદીઓ ,નાનીઓ youtube પર પોતાની રેસીપી શીખવીને લાખો લોકો સુધી પહોંચે છે આ બધા પરથી આપણ ને એક શીખ મળે છે કે જીવન જીવવાનો ઉત્સાહ ક્યારેય ઓછો ન થવો જોઈએ મનમાં ઉમંગ ઉત્સાહ હોવો જોઈએ. મનની અંદરની ખુશીઓ આપણે જ મનાવવાની છે ગઈકાલે શું થયું ?તે ભૂલી જઈએ. કાલે શું થશે? તેની ચિંતા છોડીએ આજ ને પૂરેપૂરી જીવીએ જીવનમાં શું નથી એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની બદલે મારી પાસે શું છે એ બાબતોમાં મજા શોધીએ

લેખિકા- દર્શના પટેલ ( નેશનલ મેડાલિસ્ટ અમદાવાદ)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here