ARTICLE : જે તમારી નિંદા કરે, મજાક ઉડાવે, અપમાન કરે છે તેને અવસર સમજો કેમકે એજ તમને તમારી સાચી ઓળખ અપાવે છે.”

0
52
meetarticle

જીવનમાં સૌ કોઈને પ્રશંસા ગમે છે, પણ જ્યારે કોઈ આપણી નિંદા કરે છે ત્યારે મોટાભાગે આપણે દુઃખી થઈ જઈએ છીએ. નિંદાને અપમાન સમજીને મનખિન થઈ જાય છે. પરંતુ હકીકતમાં જો વિચારીએ તો નિંદા આપણા માટે એક કિંમતી અવસર બની શકે છે.
જે વ્યક્તિ આપણી નિંદા કરે છે, તે ક્યારેક આપણાં દુર્બળ પાસાં પર પ્રકાશ પાડે છે. ભલે તે કટાક્ષરૂપે કે આકરા શબ્દોમાં કહે, પરંતુ જો આપણે તેને ધીરજથી સાંભળીએ તો તેના દ્વારા આપણને પોતાની ખામીઓ સુધારવાનો મોકો મળે છે. નિંદા આપણાં વ્યક્તિત્વને ઘડવાનું એક સાધન બની શકે છે.
સહન કરવું એ સૌથી મોટું શસ્ત્ર છે. જે વ્યક્તિ નિંદાને સહન કરી શકે છે, તે જીવનમાં વધુ મજબૂત બને છે. કારણ કે નિંદાથી બેચેન થવું એ બીજાના શબ્દોને પોતાના મન પર કાબૂ મેળવવા દેવું છે. પરંતુ જો આપણે નિંદાને શાંતિથી સહન કરી લઈએ તો એ આપણને આંતરિક રીતે વધુ સ્થિર બનાવે છે.


એક કહેવત છે — “નિંદક નેયરે રાખીએ, આંગણિ કૂટી બાસ”. અર્થાત્, જે વ્યક્તિ આપણી નિંદા કરે છે તેને પોતાના નજીક રાખવો જોઈએ, કારણ કે તે હંમેશાં આપણને સુધારવાનું કામ કરે છે.
નિંદા ને અપમાન નહીં, પણ પાઠ સમજો.
નિંદક આપણો દુશ્મન નહીં, પરંતુ અજાણ્યો ગુરુ છે. સહનશક્તિને શક્તિ બનાવો અને જીવનમાં આગળ વધો. સફળતા તમારા પગલાં ચુંમશે.
નિંદા – પાપ ધોવાનું સાધન
કહેવામાં આવે છે કે જે આપણું અપમાન કરે છે, તે આપણાં પાપોને ઓછા કરે છે. કારણ કે જ્યારે કોઈ આપણને ગાળો આપે છે કે તિરસ્કાર કરે છે ત્યારે આપણું મન તૂટે છે, અહંકાર ઓગળે છે. મનુષ્યનો મોટામાં મોટો દુશ્મન એનો અહંકાર છે. નિંદક આપણને એ અહંકારમાંથી મુક્ત કરાવવામાં મદદ કરે છે.
સહનશીલતા અને ધીરજનો પાઠ
અપમાન કે ગાળાનો જવાબ ગુસ્સાથી આપવો સરળ છે, પણ તેને સહન કરવું એ મહાનતાનું લક્ષણ છે. જે વ્યક્તિ આવા પ્રસંગોમાં શાંતિ રાખે છે, તે જીવનમાં સાચા અર્થમાં મજબૂત બને છે. નિંદક માણસ આપણને સહનશીલતા શીખવે છે, ધીરજ શીખવે છે અને મનને સ્થિર રાખવાનું સંદેશ આપે છે.
અંદરનું શુદ્ધિકરણ
જ્યારે કોઈ આપણું અપમાન કરે છે ત્યારે આપણા અંદરના ગુસ્સા, દુઃખ, અહંકાર અને સ્વાર્થી ભાવ બહાર આવે છે. એ સમયે જો આપણે શાંતિપૂર્વક વિચારીએ, તો એ નકારાત્મક ભાવોને છોડીને વધુ શુદ્ધ બની શકીએ. આ રીતે નિંદા આપનાર એ આપણા મનનું શુદ્ધિકરણ કરે છે.
નિંદક – છુપાયેલો ગુરુ છે
સંત કબીરદાસજી પણ કહે છે કે નિંદકને હંમેશાં પાસે રાખવો જોઈએ. કારણ કે તે આપણને ખામીઓ બતાવે છે અને સુધારવાનો અવસર આપે છે. તેવા લોકો વગર આપણું આત્મમંથન અધૂરું રહી જાય.


લેખિકા – દર્શના પટેલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here