ARTICLE : તમારો” વ્યવહાર” એ જ તમારી “બ્રાન્ડ”, દેખાવની દુનિયાથી પરે.

0
48
meetarticle

મોંઘા કપડાં, ચમકદાર એક્સેસરીઝ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ… આજના ગ્લેમર યુગમાં આપણી આસપાસ માત્ર દેખાવની જ બોલબાલા છે. જો કે, એક ઊંડી અને સનાતન સત્યતા આપણને યાદ અપાવે છે.કે “મોંઘા કપડાં તો દુકાનના પૂતળા પણ પહેરે છે, જો ઓળખ બનાવવી હોય તો વ્યવહાર સારો રાખો.” આ વાક્ય સ્પષ્ટ કરે છે કે કાયમી મૂલ્ય ભૌતિક સંપત્તિનું નહીં, પણ વ્યક્તિના આંતરિક ચારિત્ર્ય અને તેના વ્યવહારનું છે.બ્રાન્ડેડ કપડાં વ્યક્તિને એક પ્રથમ છાપ આપી શકે છે, પણ તે ક્યારેય કાયમી ઓળખ આપી શકતા નથી. મોંઘી કારમાં બેસીને કોઈ વ્યક્તિ ભલે ગર્વ અનુભવે, પણ જો તેનો વ્યવહાર ઘમંડી કે અસભ્ય હશે, તો લોકો તેનાથી દૂર જ ભાગશે. દેખાવ એક સપાટીનું આકર્ષણ છે, જે ખૂબ જલ્દી ઝાંખું પડી જાય છે.


આપણે ઘણીવાર પૂતળાને જોઈએ છીએ; તે પરફેક્ટ રીતે સજ્જ હોય છે, પણ તે નિર્જીવ છે. તેમાંથી કોઈ હૂંફ, સહાનુભૂતિ કે સારપ પ્રગટ થતી નથી. તેવી જ રીતે, જે વ્યક્તિ માત્ર દેખાવ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તે સંબંધોના મામલે નિર્જીવ અને ખાલીખમ સાબિત થાય છે. કોઈપણ મોટી કંપનીની સફળતા તેની પ્રોડક્ટની ગુણવત્તા અને ગ્રાહકો પ્રત્યેના તેના વ્યવહાર પર આધારિત હોય છે. મનુષ્ય તરીકે, આપણો વ્યવહાર જ આપણી વ્યક્તિગત ‘બ્રાન્ડ’ છે.સારો વ્યવહાર એ મૂલ્યોનો સમૂહ છે સફળતાની ટોચે પહોંચ્યા પછી પણ સામાન્ય વ્યક્તિ સાથે આદર અને સન્માનથી વાત કરવી.


સંવેદનશીલતા એ બીજાની તકલીફો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી અને મદદરૂપ થવું.
અને પ્રમાણિકતા થીવ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં પારદર્શિતા જાળવવી. ગુસ્સાના સમયે પણ શાંતિ ,વિવેક અને સંતુલન જાળવવું.આ ગુણો કોઈ પણ શોરૂમમાં પૈસા આપીને ખરીદી શકાતા નથી, તે સંસ્કાર અને પ્રયત્નોથી કેળવાય છે.
વ્યવહારની બ્રાન્ડ દેખાવની બ્રાન્ડ કરતાં શા માટે ચઢિયાતી છે?


જ્યારે કોઈ વ્યાવસાયિક કે વ્યક્તિનો વ્યવહાર સારો હોય છે, ત્યારે લોકો તેને કોઈ બ્રાન્ડના નામથી નહીં, પણ તેના સદ્ગુણો અને સારા કામોથી ઓળખે છે. આ એવી ઓળખ છે, જે સંકટ સમયે ઢાલ બનીને ઊભી રહે છે અને સફળતાના સમયે આદર વધારે છે.આખરે, આપણે જીવનમાંથી શું લઈને જઈએ છીએ? માત્ર સારા સંબંધો અને લોકોના હૃદયમાં બનાવેલું સ્થાન.તમારી ‘બ્રાન્ડ’ નક્કી કરો. શું તમે એક મોંઘા પૂતળાની જેમ માત્ર જોવા માટે જ છો, કે પછી એક એવી વ્યક્તિ તરીકે, જેનો વ્યવહાર હૃદયને સ્પર્શે છે?
જો કાયમી અને સન્માનજનક છાપ છોડવી હોય, તો તમારા આંતરિક વ્યવહાર પર કામ કરો. કારણ કે, વ્યવહાર જ તમારી સાચી બરકત છે, જે તમારી ઓળખને દેખાવની દુનિયાથી પરે લઈ જાય છે.

REPORTER : દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here