દીપોત્સવી પર્વ પ્રકાશ અને આનંદનું પર્વ છે. ગરીબ તવંગર સૌ કોઈ આ તહેવાર આનંદ અને ઉલ્લાસભેર ઉજવે છે. આ એક માત્ર એવો તહેવાર છે જેમાં જીવનની મીઠાશ, ઝળહળતો પ્રકાશ, આનંદ ઉલ્લાસથી જીવનને ભરી દેનારુ પર્વ છે.દીપોત્સવી પર્વનો પ્રાચીન ઇતિહાસ પણ જાણીતો છે.
અસુરોના ત્રાસથી પ્રજા મુક્ત થઈ ઘેર ઘેર દીવડાઓ પ્રગટાવી આનંદ વ્યક્ત કર્યો ત્યારથી આ દિવસ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુર- ભૌમાસુરનો નાશ કરી પ્રજાને ત્રાસમુક્ત કરી. પૃથુ ભગવાને પૃથ્વીનું દોહન કરી રસ કસ કાઢયાં. સમુદ્રમાંથી લક્ષ્મીજી પ્રકટ થયાં. શ્રી રામે રાવણને મારી લંકા વિજય કરી અયોધ્યા પધાર્યા ઘેર ઘેર દીવડાઓ પ્રકટયા ફટાકડા ફોડયા. પાંડવો પણ વનમાંથી પાછા ફર્યા. ધર્મનો જય થયો અધર્મનો નાશ થયો.માનવ આધિ વ્યાધિ ઉપાધિમાંથી ઘેરાયેલો છે. તેમાંથી મુક્ત થાય છે.
ભવિષ્યોત્તર પુરાણમાં દિવાળીનો ઉત્સવ દિપોત્સવી કેવી રીતે ઉજવવી તેનું માર્ગદર્શન છે. અમાસની રાત્રે અજવાળું ફેલાવતા દીવડા પ્રકટાવીને અંતરમાં પ્રકાશ પાથરવાની પ્રાર્થનાનો ઉત્સવ દીપાવલી ‘દિવાળી દિવ્ય ભાવનાનો દિવસ છે. ભક્તિના દીવડા દીલમાં પ્રકટાવવાનું પર્વ-પ્રેમ ભાવનાનું પર્વ અરસ્પરે પ્રેમ વહેંચવાની પ્રક્રિયા.

વામન અવતાર ધારણ કરીને ભગવાને જે દિવસે ત્રણ પગલાનું દાન માગ્યું એ કાર્તીક પડવાનો દિવસ. અષાઢથી શરૂ થયેલી વર્ષમાં સુંદર નવી તૈયાર ફસલ આવે છે. આ અનાજથી પ્રભુને નેવૈદ્ય ધરાવી’ અન્નકૂટ’ ધરાવાય છે. ગોવર્ધન કરતાં ગોવર્ધન ધારીની પૂજાનું મહત્વ છે. ભગવાનને અન્નકૂટ ધરાવવાથી મંગલપર્વ આનંદ અને સુખ મળે છે. બધુ ભગવાને આપ્યું છે. તેને અર્પણ કરાયે. આજ નૂતન વર્ષની પ્રસાદી. વિક્રમ સંવતનું નવું વર્ષ આ દિવસથી શરૂ થાય છે. તેથી સૌ નવું જીવન જીવવાની પ્રેરણા આપે છે. જૂના વેર ઝેર ભૂલી નવા વર્ષના શ્રી મંગલાચરણ માંડો નવું વર્ષ એક બીજાનું મંગલ કરવાનું પર્વ છે. એટલે જ નૂતન- વર્ષાભિનંદન બોલવામાં આવે છે. જુનું ભૂલો બધાને પ્રેમ અને આત્મતીયાથી મળો. અંતરમાં દીલમાં દીવા પ્રગટાવવાનું વર્ષ દિપોત્સવી છે. મહારાષ્ટ્રમાં કહેવત છે કે ભગવાનના સંત મળે તે દિવાળી ઉત્સવો આપણી સંસ્કૃતિ છે. પ્રત્યેક દિવસને દિવાળી તરીકે ઉજવો પ્રભુને યાદ કરો. દિવાળીમાં એક જ ભાવ રાખો કે બીજાનું ભલુ કરવામાં પ્રભુ આપણું ભલું કરશે. દિવાળી પ્રકાશનું પર્વ છે.
‘ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા અસત્યોમાંથી અમૃત, સમીપે નાથ તું લઈજા. દિવાળી આબાલ વૃધ્ધો અને બાળકોને આનંદ આપતો તહેવાર છે. દિવાળીના દિવસોમાં ઘેર ઘેર દીવા થાય ફટાકડા તો ફટફટ ફુટે બાળકો અતિ હરખાય. પુણ્ટિમાર્ગમાં દિવાળીનો દિવસ કાન જગાઈ તરીકે ઓળખાય છે. બાલકૃષ્ણ પ્રભુ સુંદર શણગાર સજીને ખીરકર્મા પધારી ગાયોને ખેલાવે છે..

આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. ત્યારથી જ આ પર્વ મનાય છે.
લેખક :દીપક જગતાપ

