ARTICLE : નવરાત્રિ ગરબા રમતી વખતી કે પ્રેક્ટિસ કરતી વખતે હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો ચિંતાજનક

0
68
meetarticle

છેલ્લાં કેટલાંક સમયથી ગરબામાં હાર્ટ અટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો હાલ સુરતથી સામે આવ્યો છે. સુરતમાં ગરબાની પ્રેક્ટિસ કરતા 28 વર્ષના યુવાનને હાર્ટ અટેક આવવાની ઘટના બની છે…ગરબાની પ્રેક્ટિસ કરતા કરતા અચાનક આ યુવાન ઢળી પડ્યો હતો અને બેભાન થઈ ચુક્યો હતો. સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાતા ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ મોતનું પ્રાથમિક કારણ હાર્ટ અટેક માનવામાં આવી રહ્યું છે. જુવાનજોધ દીકરાના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છેકે નવરાત્રિ બાદ આ યુવક યુ.કે. ભણવા માટે જવાનો હતો. તેની સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી.

થોડા દિવસો પહેલા જ રાજકોટમાં હાર્ટ એટેકના કારણે એક દિવસમાં 3 વ્યક્તિના મોત થયા હતા.જેમાંથી એકનું તો ગરબાની પ્રેક્ટિસ કરતા સમયે મોત નીપજ્યું હતું

બહારથી એકદમ સ્વસ્થ દેખાતો વ્યક્તિ છે જેને અચાનક જ ચક્કર આવે છે અથવા ગભરામણ થાય છે અને જોતજોતામાં તે ઢળી પડે છે અને હંમેશ માટે મૃત્યુ શૈયામાં પોઢી જાય છે. ગુજરાતમાં નાની ઉંમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, ગરબા રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ગરબા રમતા રમતા વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. નવરાત્રી પહેલા ગરબાની પ્રેક્ટિસ દરમિયાન વધુ એક યુવકને હાર્ટ એટેક ભરખી ગયો છે.ત્યારે નવરાત્રીમાં આ વખતે ખેલૈયાઑએ ખાસ કાળજી રાખવાનો સમય પાકી ગયો છે જોઉઈ શું કહે છે આ અંગે હૃદયરોગ નિષ્ણાંતો..

નવરાત્રીને આડે હવેગણતરીના દિવસોબાકી રહ્યા છે,ત્યારે ખેલૈયાઓમાં ઉત્સાહ
જોવા મળી રહ્યો છે. પણ સાથે સાથે ચિંતા
પણ કોરી ખાતી હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહીછે. રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોને પગલે
આયોજકોની સાથે સાથે ખેલૈયાઓ પણચિંતિત છે. આ વખતે ગરબા સ્થળે તમામ મેડિકલસુવિધાઓ ઊભી કરવામાં આવશે, પરંતુ તેમ
છતાં કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે આયોજકો માને પ્રાર્થના કરી રહ્યા છે.કે ક્યાંક અમારો ખેલ ના બગડે.આ
બધા વચ્ચે નિષ્ણાંતો પરંપરાગત ગરબાને
પુનઃ અપનાવવાનો સમય આવી ગયો હોવાનું
જણાવી રહ્યા છે. આપણા અર્વાચીન ગરબા અને શેરી ગરબામાં માની ભક્તિ અને સ્તુતિની સાથે સાથે
શરીરને હળવી કસરત આપનારા છે. ત્યારે
પાર્ટી પ્લોટમાં ઠેકડા મારી મારીને નાચવાનીજગ્યાએ એક તાળી, બે તાળી, ત્રણ તાળી
જેવા અર્વાચીન ગરબાઓ તરફ વળવાની
સલાહ નિષ્ણાંતો આપે છે.
આ વખતે પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબામાં – ગ્રાઉન્ડમાં
મેડિકલ સુવિધાઓ ઉભી કરવામાં આવશે,પરંતુ ખેલૈયાઓ સાવ નિશ્ચિંત થઇને આ વર્ષેગરબે નહીં ઘુમે. વાલીઓમાં પણ આ વખતે
હાર્ટ એટેકના જોખમને લઈને ચિંતા જોવા મળી રહી છે. ત્યારે નિષ્ણાંતો પરંપરાગત અનેઅર્વાચીન ગરબા તરફ વળવાનો સમય આવી
ગયો હોવાનું જણાવે છે. ગાડરીયા પ્રવાહમાં
વહીને યુવાઓ પોતાના સ્વાસ્થ્યને જોખમમાં
નાખતા જોવા મળે છે. પાર્ટી પ્લોટમાં ભીડમાંસતત કાસ્ટ મ્યુઝિક ઉપર ગરબા રમતા રમતા ખેલૈયાઓ થાકે ત્યારે ફાસ્ટ ફૂડ કે કોલ્ડ્રીંક
ઉપર મારો ચલાવે છે. જે તેમના સ્વાસ્થ્ય માટે
નુકસાનકારક છે. જયારે અર્વાચીન ગરબામાં માં ની
ભક્તિની સાથે સાથે શરીરને હળવી કસરતથાય છે.

આ અંગે જાગૃતી લાવવા અને આવા કિસ્સાઓ ટાળવા ફિઝિશિયન અને નોન ઈન્ટોરેશન કાર્ડિયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. રાજેશ તૈલી કેટલીક મહત્વની વાતો જણાવી હતી જેમાં ખાસ કરીને માતા-પિતાએ શું કાળજી લેવી જોઈએ.આ બાબતે ડો. રાજેશ તૈલીએ જણાવ્યું હતું કે, 25 વર્ષ કે, તેનાથી નાની ઉંમરના લોકોનું જે મૃત્યુ થાય છે તેમાં હાર્ટ એટેક નહીં પણ હર્દયની અંદરના સ્નાયુમાં અથવા તો વાલ્વની આંતરિક રોગ જવાબદાર હોય છે. યુરોપમાં તો એવું પણ જોવા મળ્યું છે કે, જે લોકોને ગંભીર કોરોના થયો હતો જેને હૃદય પર સોજો આવી ગયો હોય તેવા લોકોમાં તાત્કાલિક મૃત્યુ થવાનું જોખમ વધારે રહે છે.

જેમાં ખેલૈયાઑએ ત્રણ બાબતોને ખાસ લક્ષ્યમાં રાખવી જોઈએ કે, નાની ઉંમરમાં હાર્ટ એટેક અથવા કોઈ હ્રદયમાં તકલીફ હોય, ભારે કોરોના થયો હોય તો આવા કેસમાં તાત્કાલિક મૃત્યુની સંભાવના વધી જાય છે. શારીરિક શ્રમથી હાર્ટ બેસી જાય એ જરૂરી નથી પણ અમુક લાગણીના આવેગમાં પણ હાર્ટ બેસી જવાની શક્યતા વધારે હોય છે. ત્યારે યુવાનોને જો આ પ્રકારની કોઈ તકલીફ હોય તો ગરબા રમતા પહેલા તેમને ડોક્ટરી તપાસ કરાવી લેવી ખૂબ જ જરૂરી છે.

સાદો કાર્ડિયોગ્રામ, હ્રદયનો ઈકો અને જરૂર લાગે તો હ્રદયનો MRI કરીને પણ જાણી શકાઈ છે. દરેક માતા-પિતાએ પોતાના સંતાનને ગરબા રમવા મોકલતા પહેલા કેટલીક ખાસ તકેદારી રાખવી જોઈએ.જેમ કે, તમારા પરિવારમાં કોઈને નાની ઉંમરમાં હાર્ટ એટેક આવેલો છે, પરિવારમાં કોઈ યુવાન વયની ઉંમરે તત્કાળ મૃત્યુ થયું છે, જેને ગરબા રમવા મોકલો છો તેને નાની ઉંમરમાં કોરોના થયેલો છે કે નહીં, સામાન્ય દાદરો ચડવામાં થાક લાગવો, થોડોક શ્રમ કરવાથી ચક્કર આવી જવા, શ્વાસમાં તકલીફ, સાધારણ શ્વાસ લેવામાં તકલીફ પડવી તો જો તમારા બાળકોમાં આવા કોઈ પણ લક્ષણો જોવા મળે તો તેને ગરબા રમવા ન મોકલવા અથવા તો ખૂબ જ કાળજી રાખવી.


…………………………………
*નવરાત્રિમાં વધુ કઈ કઈ બાબતોનું રાખવું ખાસ ધ્યાન?

સતત 3-4 કલાક ગરબા રમવા છે તો પહેલા હેલ્થ ચેકઅપ કરાવો.
-બ્લડપ્રેશર, સુગર, ડાયાબિટીસ મપાવી લેવું.
તેમજ ઘરનો સ્વચ્છ ખોરાક લેવો.
-સતત જંકફૂટ-પેકેટેડ ફૂડ ન ખાવું અને નવરાત્રિના -તહેવારમાં ઉજાગરા કરવાનું ટાળો.
-પૂરતી ઉંઘ ન થાય તો પણ ધબકારા અને પ્રેશર વધે છે.
-તમાકુ, સિગારેટ, આલ્કોહોલ જેવા માદક દ્રવ્યોથી દૂર રહો.
જે દિવસે માંદગી હોય તે -દિવસે ગરબા રમવાનું ટાળો.
ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લો.
-ગરબા રમતા સમયે ચક્કર આવે તો તરત જ એકબાજુ બેસી જાઓ.
-ચક્કર આવે કે ગભરામણ થાય તો તરત જ ઉંડા શ્વાસ લો.
-આસપાસ જે વ્યક્તિ હોય તેને તમારી તકલીફ જણાવો.
ગરબા દરમિયાન ચક્કર આવે કે ગભરામણ થાય તો કાર્ડિયાક અરેસ્ટ હોય શકે છે.
-ગરબા રમ્યા બાદ ફળ કે ડ્રાયફ્રૂટ લઈ શકો છો.
…………………………………

જોકે ગરબા કે દોઢીયા કે દાંડીયા રમતી વખતે ખેલૈયાઓએ તકેદારી રાખવી જોઇએ. ગરબા રમવા જતી વખતે ઘરેથી પાણી લઇ જવુ અને પુરતા પ્રમાણમાં પીવું, ક્ષમતા અનુસાર ગરબા રમવા જોઇએ, અતિશયોક્તિ કે વધારે પડતા રમવાથી જોખમી બની શકે છે. દરોજ અડધો કલાક ચાલવું જોઇએ. હાઇ બ્લેડ પ્રેશર,ડાયાબીટીઝ સહિતની બિમારી તથા પરિવારવમાં નાની વયે હૃદય રોગની હિસ્ટ્રી હોય તેમણે હૃદયની તપાસ કરાવવી જોઇએ. એમ ઇન્ટરવેન્શનલ કાર્ડીયોલોજીસ્ટ ડો.સની પટેલે જણાવ્યું છે

જયારે કોઇ પણ વ્યકિત ગરબા રમતી વખતે ઢળી પડે, ત્યારે તેને તરત સી.પી.આર એટલે કે કાર્ડિયાક મસાજથી હૃદયને ફરી ધબકતુ કરવુ અને નજીકની કોઇ પણ કાર્ડિયાક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવા જોઇએ.

એ ઉપરાંત નવ દિવસ રોજે રોજ ગરબા ન રમતા વચ્ચે એક દિવસનો બ્રેક રાખવો જોઈએ. આખી રાત,વહેલી સવાર સુધી ગરબા રમવાનું ટાળવું જોઈએ, આખી રાતનો ઉજાગરો હોય સવારે પૂરતી ઉંઘ લઈ લેવી જોઈએ. આખી રાત ગરબા રમ્યા પછી દિવસે વધુ શારીરિક શ્રમ ના કરવો જોઈએ ખાસ કરીને હૃદય પર જોર આવે એવૉ શ્રમ જેમકે દાદર ચઢવા જેવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ.

IMA પ્રેસિડેન્ટ ડૉ. પારસ શાહ જણાવે છે કે ખેલૈયાઓને ગરબા રમવા પહેલા વોર્મઅપ કરવું જોઈએ, તેમજ આયોજકોએ સતત 2 કલાક ખેલૈયાઓને ન ગરબા રમાડવા ન જોઈએ અને આ 2 કલાકમાં પણ નાના-નાના રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવું જોઈએ.

વેદાંત હોસ્પિટલના ICUના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સંદિપ હરસોળાએ કહ્યું હતું યુવાનોમાં નશાનું પ્રમાણ પણ ખુબ વધી રહ્યું છે.. જેમ કે તમાકુ, બીડી, સિગારેટ, ગુટખા, પાન, માવા અને દારૂ જેવા વ્યસન વધી ગયા છે.ત્યારે આ બધી સ્થિતિના કારણે હવે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધારે જોવા મળી રહ્યાં છે.ત્યારે રાસ ગરબા અને ભુવા રાસ દરમિયાન હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યાં છે જે મામલે ડોક્ટર સંદિપે કહ્યું કે ભુવારાસ અને ગરબા ખુબ ઉત્સાહ અને જુસ્સાથી રમવામાં આવે છે.જ્યારે એની સામે રેગ્યુલરમાં વર્કઆઉટ એટલુ કરવામાં આવતુ ન હોય. ત્યારે જ્યારે આપણે અચાનક એનર્જી સાથે આ પ્રકારના રાસ રમીએ ત્યારે એક સાથે વધુ એનર્જીનો સ્ત્રાવ થવાથી આવી ઘટનાઓ બને છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here