મકરસંક્રાંતિ આમ તો દર વર્ષે ૧૪મી જાન્યુઆરીએ જ આવતીહોય છે. પરંતુ ઈ.સ. પ્રમાણે એ પ્રતિવર્ષ ૧રમીએ, પછી ૧૩મીએ
અને હવે ૧૪મી જાન્યુઆરીએ ઉતરાણ આવે છે.

મકરસંક્રાંતિને ઋતુવિજ્ઞાન કહે છે તે મુજબ મકર એક રાશિછે, અને સંક્રાંતિ એટલે ગતિ. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાંપ્રવેશે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશકરે ત્યારે આ સંક્રાંતિને મકરસંક્રાંતિ કહે છે. મકરસંક્રાંતિના દિવસે
એટલે કે ૧૪મી જાન્યુઆરીએ દિવસ અને રાત સરખા બને છે. ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત. શિયાળામાં જે રાત્રિ લાંબી હતી તે હવે ટૂંકી થાય છે અને દિવસ ધીમે ધીમે ઉત્તર તરફ જાય છે. તેથી તેને ઉત્તરાયણ પણ કહે છે. ‘ઊતરાણ’ શબ્દનું મૂળ સંસ્કૃતરૂપ છે “ઉત્તરાયન’. ઉત્તર-અયન અર્થાત્ ઉત્તર તરફ પ્રયાણ કરવું.
આશ્ચર્યની વાત તો એ પણ છે કે ૧૯૭૬માં ઉતરાણ ૧૪મીને બદલે ૧૫મી જાન્યુઆરીએ આવી હતી. એજ પ્રમાણેઇ.સ.૨૦૧૬નાં જાન્યુઆરી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆ રીના બદલે ૧૫ જાન્યુઆરીના દિવસે હતી.આવું થવાનું શું કારણ?લગભગ ૭૦ થી ૭૨ વર્ષમાં એક તારીખનું પરિવર્તન થાય છે. આજથી કેટલીક દશાબ્દી પૂર્વે આ તહેવાર અનુક્રમે ૧૩, ૧૨ અને ૧૧મીજાન્યુઆરીએ ઉજવાતો હતો. વાર્ષિક ભ્રમણમાં પૃથ્વી વર્ષે એક અંશ ચાલે છે. જેમ જેમ તેનું અંતર વધતું જશે તેમ તેમ મકરસંક્રાંતિ અનુક્રમે૧૫, ૧૬, ૧૭.. મી જાન્યુઆરીએ પણ આવશે અને સદીઓ પછી મકરસંક્રાંતિ ફેબ્રુઆરી, માર્ચમાં વગેરેમાં પણ આવે તો નવાઈ પામશો નહિ… !
આપણે તહેવારોને માત્ર મનોરંજન સાથે જ સાંકળીએ છીએ.પરંતુ તેની પાછળ પણ વિજ્ઞાન છુપાયેલું છે. વિજ્ઞાનના સંશોધનો અનેખાસ કરીને અમેરિકામાં જે વિશાળ કદના હેન્ગ ગ્લાઈડરો બન્યા તેપતંગની સુધારેલી આવૃત્તિ જ છે, ૧૯૮૪માં ચેકોસ્લેવીયાના પંદર વર્ષના એક છોકરાએ પતંગના અને હેન્ગ ગ્લાઈડર વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનના પંજામાંથી નાસી છૂટ્યો હતો. જ્યારે વિમાન નહોતા શોધાયા ત્યારે મોટા કદના પતંગ અને હેન્ગ ગ્લાઈડરના યુદ્ધ દરમિયાન દુશ્મન હરોળનું નિરીક્ષણ કરવા ઉપયોગ થતોહતો. પતંગ સાથે માણસને ચગાવવાની યુક્તિ સ્કાઉટ પ્રવૃત્તિના પ્રયોજક કેપ્ટન બેડનપોવેલ નામના નિષ્ણાતે સંપૂર્ણ બનાવી હતી. તે વ્યક્તિને પતંગ સાથે આકાશમાં ચડાવતા પહેલા તેના વજનને ધ્યાનમાં લેતો. અને ત્યારબાદતે ચીવટપૂર્વક પતંગ તૈયાર કરતો. એક વખત તેણે ૩૬ ફૂટની પતંગવડે એક માણસને ૧૦૦ ફૂટની ઊંચાઈએ ચડાવ્યો હતો. એક વખત એણે ૨૦૮ રતલ વજન ધરાવતી એક રાક્ષસી કદની પતંગ બનાવી હતી. તેમાં ૩૩૯૯ જેટલા ખાના હતા. આ ખાનાઓમાં પવન ભરાવાથી પતંગ સહેલાઈથી હવામાં ચડી શકે. પરંતુ વિમાન, રોકેટ વગેરેનીશોધ થયા પછીથી પતંગ મનોરંજન માત્રનું સાધન બની રહ્યો… !

પતંગ પર તોપમારો કરી નિશાનબાજીની તાલીમ લેતા સૈનિકોપણ પતંગનો ઉપયોગ લશ્કરમાં કરવાના અનેક કિમિયાઓ બીજા વિશ્વવિગ્રહ દરમિયાન જર્મનીઓએ શોધ્યા હતા.
હિટલરના નૌકાદળેપતંગનો બહોળો ઉપયોગ કર્યાનો ઉલ્લેખ મળી આવે છે. તે સમયે સબમરીનને ૪ પાંખિયાવાળી અને સહેલાઈથી સંકેલી લઈ શકાય તેવી
પતંગો આપી રાખવામાં આવતી. હજી પણ પતંગનો લશ્કરી ઉપયોગ ઘટ્યો નથી. અમેરિકામાં આજે પણ લશ્કરને નિશાનબાજી કવાયત કરવા જાય ત્યારે આકાશમાં ઊંચે મોટી પતંગ ચગાવવામાં આવે અને
પછી યુધ્ધ જહાજોના ખલાસીઓને પતંગનું નિશાન લઈ તેના પર તોપમારોકરવાની અને વિમાન વિરોધી તોપો વડે તેના પર ગોળીબાર કરવાનીતાલીમ આપવામાં આવે છે.
ઈ.સ. ૧૭૪૯માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના બે શિક્ષકો ડૉ. એલેકઝાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલવિલ છ પતંગોવાળા એકદોર સાથે થર્મોમીટર બાંધીને વાદળનું ઉષ્ણતામાન નોંધવાનો પ્રયાસ કર્યો હતો. ઈ.સ. ૧૮૨૭માં પોકોક નામના એક અંગ્રેજે માત્ર મોટાપતંગની મદદથી એક ગાડી દોડાવેલી. ઈ.સ. ૧૯૦૭માં ગ્રેહામબેલે૫૦ ફૂટ ઊંચો પતંગ બનાવેલો. અને સાત મિનિટ સુધી આકાશમાં ઊડાડીને હવામાન વિશે માહિતી મેળવવા પ્રયાસ કરેલો. એ ઉપરાંત સંદેશાવ્યવહાર, વીજળીના પ્રયોગો, હવામાં ભેજનું પ્રમાણ, પવનનીઝડપ, હવાનું દબાણ, ઉ.માન તેમજ પુલ બાંધવા કે ફોટોગ્રાફીમાં પણપતંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઈ.સ. ૧૮૦૦ની સાલમાં ફ્રેન્કલીને આકાશમાં પતંગ ચડાવીનેવાદળાની વીજળીને દોરી વડે આકર્ષવાનો પ્રથમ પ્રયત્ન કરીને જ વીજળીના ગુણધર્મો જણાવવાનો પ્રયોગ કરેલો. બેન્જામીન સાબિત
કરવા માંગતો હતો કે શું વિજ્ઞાનીઓએ પેદા કરેલ વીજળી અને વાદળાઓમાં પેદા થતી વીજ સાથેની વીજળી એક જ પ્રકારની હોયછે કે પછી જુદા જુદા પ્રકારની? આ માટે તેણે ગાજવીજ કરતાં વાદળોવચ્ચે ચોરસ પતંગ ચડાવી. આ પતંગ સિલ્ક કાપડમાંથી બનાવેલીદોરી હતી. દોરીને બીજે છેડે ફ્રેન્કલીને ચાવી બાંધી રાખેલી અને પોતાનેવીજળીનો ઝાટકો ન લાગે તે માટે ઇમ્યુલેટર તરીકે રેશમી રીબનબાંધેલી. જેમ જેમ પતંક ઊંચે ચડતો ગયો તેમ તેમ નગરોમાંથી વીજળીનોમંદ પ્રવાહ પતંગની દોરી વાટે નીચે ઉતરવા લાગ્યો. વરસાદ વધવાથીપ્રવાહ પણ વધતો ગયો. આવીને અડતી તેની આંગળીઓ વીજળીનીધ્રુજારી અનુભવવા લાગી. જોકે આ પ્રસંગ ખૂબ જોખમી હતો. પરંતુ ફ્રેન્કલીન બચી ગયો હતો. ગાજવીજ થતા વાદળોમાં કેટલાક અણુઓ ઋણવીજભાર ધરાવતા હોય છે. કેટલાક ધન વીજભાર ધરાવે છે. અર્થાત્ વાદળ અને પૃથ્વી વચ્ચે જુદા જુદા પ્રકારનો વીજભાર હોય ત્યારે પતંગદ્વારા વીજપ્રવાહ પતંગ પકડી રાખનાર સુધી પહોંચે છે.વૈજ્ઞાનિક સંશોધનો માટે વપરાતો પતંગ કદમાં મોટો હોય છે.
કાગળને બદલે કપડાનો ઉપયોગ કરવામાં આવે છે. દોરીને બદલે પીયાનોનો તાર વાપરવામાં આવે છે. પતંગ ગમે તેટલી કદ, આકાર કે વજનનીહોય પરંતુ હવાગતિ શાસ’ (એરો ડાયનેમીક્સ)ના નિયમોને ધ્યાનમાં રાખીને પતંગની રચના કરવામાં આવે તો પતંગને ખૂબ જ સરળતાથી ઉડાડી શકાય છે. આવો એક પતંગ એક અમેરિકને ૧૮૧૦માં ૨૩,૮૩૫ફૂટ ઊંચે આકાશમાં ઊડાડી બતાવ્યો હતો.
નાયગરા ધોધ ઉપર જે ઝૂલતો પુલ બાંધવામાં આવ્યો હતો તેનીબાંધણી શરૂ કરવા માટે પતંગ વડે દોરડાં લટકતા રખાયા હતા. ઈ.સ. ૧૮૨૭માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે અદ્ભુત પ્રયોગ કર્યો હતો. એણે મોટા પતંગોને આધારે એક ગાડી દોડાવીહતી. બીજા કોઈપણ પ્રકારના ખેચાણ-બળ વગર માત્ર પતંગ વડે જ ખેંચાતી ગાડી બનાવી હતી.ઊંચી હવાના અભ્યાસ માટે અમેરિકાના હવામાન ખાતા પમીમે, ૧૯૧૦ના દિવસે માઉન્ટ વેધર, વર્જીનીયા ખાતેથી ૧૦ પતંગોની એક હારમાળા એક દોર ઉપર ચગાવી હતી. આ દોર સાથે હવામાનની અને ઊંચાઈની નોંધ માટેના સાધનો બાંધેલા હતા. જ્યારે પતંગ નીચેઉતારવામાં આવ્યા ત્યારે એ પતંગો ૨૩,૮૩૫ ફૂટ ઊંચે સુધી પહોંચ્યાહતા.
પતંગ કેવી રીતે ઊડે છે? :-
પતંગને હવામાં સરળતાથી ઉડાડવા માટે નિયમો ખાસ ધ્યાનમાંરાખવા જરૂરી છે: (૧) ગુરુત્વાકર્ષણ બળ (૨) પવનનું જોર (૩) દોરીનુંખેંચાણ. ત્રણેય પરિબળો એકબીજા ઉપર સમતોલપણે પ્રભાવ પાડે તો પતંગ બરાબર ચગે છે. પતંગ ઉફર જેમ જેમ વધુ ટકરાય તેમતેમ પતંગ ઊંચે ચડે. અર્થાત્ પવનનું જોર ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ ઊંચેસ્થિર થઈને ચગવા માંડે છે. પવનની ઝડપ માપવા માટે ૧૮૮૩માં ડગ્લાસ આચિંબામ્ભ નામનાવિજ્ઞાનીએ પતંગની નીચે “એનેમોમીટ બાંધ્યું હતું. પતંગનો ઉપયોગ
પુલ બાંધવામાં કરવામાં આવે છે. નાયગરાના ધોધ પર બાંધવામાં આવેલા પુલ માટેના પતંગનો ઉપયોગ કરવામાં આવેલો. પતંગ વડેપાતળી દોરી બાંધી ધોધને સામે કાંઠે પહોંચાડવામાં આવી હતી. તે વધુ જાડી દોરી અને પછી દોરડું અને ત્યારબાદ લોખંડના જાડાદોરડા સામે કાંઠે પહોંચાડવામાં આવ્યા હતા. વળી ફોટોગ્રાફી વિજ્ઞાનમાં
પણ પતંગ બાકાત નથી રહ્યો. નકશો બનાવવા માટે કે યુદ્ધ દરમ્યાનદુશ્મન હરોળ પર જાસૂસી કરવા માટે આકાશમાં ઊંચાઈ પર ફોટોગ્રાફી
૧૮૮૭માં ડગ્લાસ આર્ચિ બાલ્વે પતંગની નીચે કેમેરા લટકાવી તેનાવડે ફોટા પાડ્યા હતા. આમ પતંગ વિજ્ઞાન સાથે સુસંગત છે.


