ARTICLE : બને ત્યાં સુધી કોઈની ભૂલોના કાઢવી અને છતાં પણ જો ઈચ્છા થાય તો એક મુલાકાત અરીસાની કરી લેવી

0
67
meetarticle

માનવ સ્વભાવ એવો છે કે બીજાની ભૂલો ઝડપથી દેખાઈ જાય છે, પણ પોતાની ભૂલો જોઈ શકાય તેવી આંખો બહુ ઓછા લોકો પાસે હોય છે. આપણે ઘણીવાર બીજાની નાની નાની ખામીઓ પર સવાલ ઉઠાવીએ છીએ, જ્યારે આપણા અંદરના મોટા દોષને અવગણી દઈએ છીએ. સાચી જિંદગી એ ત્યારે સાર્થક બને છે જ્યારે આપણે પોતાની ખામીઓ સુધારવામાં ધ્યાન આપીએ.
આ દુનિયામાં કોઈ પણ સંપૂર્ણ નથી. દરેક વ્યક્તિ પાસે કોઈ ને કોઈ ખામી હોય જ છે. જો આપણે દરેકની ભૂલો બહાર પાડતા જઈએ, તો કોઈ સંબંધ ટકી નહીં શકે.
વારંવાર ભૂલો કાઢવાથી વ્યક્તિનું આત્મવિશ્વાસ તૂટે છે. તેને લાગે છે કે “હું કંઈ કામનો નથી” અને તેનાથી સંબંધોમાં તિરાડ પડે છે.સતત ટીકા કરતા રહીએ તો વાતાવરણમાં નકારાત્મકતા ફેલાય છે. ખુશીઓ ગુમ થઈ જાય છે અને મનમાં દુરી ઊભી થાય છે. આપણા અંદરના અહંકાર, ક્રોધ, ઈર્ષા, લોભ, આળસ, ખોટી આદતો આ બધું જ અરીસામાં આપણું સાચું પ્રતિબિંબ બતાવે છે.જ્યારે આપણે પોતાની ભૂલોને ઓળખી સુધારીએ, ત્યારે બીજાની ખામી આપણને નાની લાગવા લાગે છે. અને એ જ ક્ષણે સંબંધો મજબૂત બનવા માંડેછે.મહાત્માગાંધીજી એ સરસ વાત કહી છે કે“બીજાની આંખમાં કણ જોતા પહેલા પોતાની આંખમાં પડેલો શલકાનો વિચાર કરો.”.જો કોઈની ખામી દેખાય તો એને માફ કરવી, સહન કરવી અને સમજાવવી એ સાચો માનવીય ધર્મ છે.આત્મવિકાસનો માર્ગ ખુલ્લો થાય છે પોતાની ખામીઓ પર ધ્યાન આપવાથી જીવનમાં પ્રગતિ ઝડપી થાય છે.સ્વામી વિવેકાનંદ સરસ મઝાની વાત કહી છે કે બીજાના દોષ ન જુઓ, સારા ગુણોને અપનાવો. વ્યક્તિને ઉંચે લાવવા માટે પ્રોત્સાહન આપવું એ જ શ્રેષ્ઠ સાધન છે. અરીસાની સામે ઊભા રહી પોતાને પૂછો – “આજે મેં કઈ ખામી કરી? અને એને કેવી રીતે સુધારું?”
સુધારવાનું શરૂ પોતાનાથીજ કરો સમાજ, દેશ અને દુનિયા બદલવાની ઈચ્છા હોય તો શરૂઆત ખુદ થી કરવી.

લેખિકા- દર્શના પટેલ ( નેશનલ મેડાલિસ્ટ)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here