ARTICLE : ભાગ્યનો ભ્રમ છોડી, કર્મને આધીન થાઓ પોતાના ભવિષ્યના નિર્માતા પોતે જ બનો

0
62
meetarticle

આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે “નસીબમાં હશે તો મળશે.” આ વાક્ય રાહત આપે છે, પરંતુ સાથે જ આપણી જવાબદારી અને પ્રયત્નોને પણ નબળા પાડે છે. સત્ય એ છે કે, ભાગ્ય એ બીજું કંઈ નથી, પરંતુ તમારા પૂર્વ કર્મોનું જ સંચિત પરિણામ છે. જે વ્યક્તિ નસીબના ભરોસે બેસી રહે છે, તે જીવનમાં ક્યારેય સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકતી નથી.
ભાગ્ય એટલે શું?


મોટાભાગના લોકો ભાગ્યને એક અદ્રશ્ય શક્તિ માને છે જે નક્કી કરે છે કે કોને શું મળશે. પરંતુ જો ઊંડાણપૂર્વક જોઈએ, આપણા કરેલા કર્મોનું ફળ . ભાગ્ય એ એક પ્રકારનો જમા કરાયેલો હિસાબ છે.તમારા ભૂતકાળના નિર્ણયો. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત. તમારા જીવનમાં તમે લીધેલા જોખમો. તમે અન્ય લોકો સાથે કરેલો વ્યવહાર આ બધાનો સરવાળો જ તમારું વર્તમાન ભાગ્ય નક્કી કરે છે. તેથી, ભાગ્ય કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ તમારા જ કર્મોની સાંકળ છે.ભલે તમે ભૂતકાળમાં કેટલીક ભૂલો કરી હોય, પણ તમારી પાસે આ ક્ષણને બદલવાની શક્તિ હંમેશા છે. જર્મન ફિલોસોફર ગોથેએ કહ્યું છે કે: “સાહસમાં પ્રતિભા, શક્તિ અને જાદુ હોય છે.”
જો તમે નિષ્ક્રિય બેસી રહેવાને બદલે સતત પ્રયત્નશીલ રહો છો, તો ભાગ્યના પાસાં આપોઆપ બદલાવા લાગે છે. સફળતા હંમેશા તૈયાર રહેલા મન અને મહેનત કરનારા વ્યક્તિને જ મળે છે.ભાગ્યના ભરોસે રહેવું એટલે જીવનનું રિમોટ કંટ્રોલ અન્ય કોઈ અદ્રશ્યશક્તિનેસોંપીદેવું.
મનુષ્ય ને જ્યારે ધાર્યું પરિણામ નથી મળતું, ત્યારે વ્યક્તિ ભાગ્યને દોષ આપીને નિરાશ થઈ જાય છે. વ્યક્તિ પોતાની અંદર રહેલી અસીમ શક્તિનો ઉપયોગ જ નથી કરતી. સ્પષ્ટ અને મોટા લક્ષ્યો નક્કી કરવા. જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય, ત્યારે તમારી ઊર્જા યોગ્ય દિશામાં વળે છે. સખત મહેનતને વળગી રહેવું કોઈ જાદુ થવાનો નથી. સફળતાનો એકમાત્ર રસ્તો નિષ્ઠાપૂર્વકની મહેનત છે. સૂર્યને પણ ચમકવા માટે સતત સળગવું પડે છે.
નિષ્ફળતાનેસ્વીકારકરવીનિષ્ફળતા એ વિરામચિહ્ન નથી, પણ એક શીખ છે. ભૂલમાંથી શીખો, તેમાં સુધારો કરો અને ફરી પ્રયાસ કરો.
સતત સુધારાઓ કરવા દરરોજ તમારી જાતને પૂછો કે “હું આજે ગઈકાલ કરતાં વધુ સારો કેવી રીતે બની શકું ?નસીબ ફક્ત તેમને જ સાથ આપે છે જેઓ તેને તક આપે છે. જો તમે તમારા નસીબને બદલવા માંગો છો, તો આજથી જ તમારા કર્મોને બદલો.તમારા જીવનની સ્ક્રિપ્ટ કોઈ બીજાએ નથી લખી, તમે પોતે જ તેના લેખક છો. પેન લો, અને એવું ભવિષ્ય લખો જે તમે ખરેખર જીવવા માંગો છો.

લેખિકા – દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here