ARTICLE : મનગમતું જીવન જીવવું છે? શોધો નહીં, ઘડો!

0
42
meetarticle

જીવન એક યાત્રા છે, અને મોટાભાગના લોકો આ યાત્રામાં માત્ર મુસાફિર બનીને બેસી રહે છે. તેઓ ભાગ્ય, સંજોગો કે અન્ય વ્યક્તિઓ દ્વારા નક્કી કરાયેલા રસ્તા પર ચાલે છે. પરંતુ જે વ્યક્તિઓ ઇતિહાસ રચે છે, તેઓ મુસાફિર નહીં, પણ પોતાના જીવનના ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા ડ્રાઇવર હોય છે.


ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ઘડતરનું ઉત્તમ ઉદાહરણ છે.
આપણે ભારત રત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબના જીવન તરફ નજર કરીએ. તેમનો જન્મ તમિલનાડુના રામેશ્વરમમાં એક સામાન્ય અને આર્થિક રીતે નબળા પરિવારમાં થયો હતો. બાળપણમાં તેઓ અખબારો વહેંચીને પરિવારને મદદ કરતા. તેમના સંજોગો એવા નહોતા કે તેઓ વૈજ્ઞાનિક કે રાષ્ટ્રપતિ બને, પરંતુ તેમણે પોતાનું જીવન ઘડ્યું. તેમના જીવનની પ્રથમ મોટી ઈચ્છા ફાઇટર પાયલટ બનવાની હતી. જ્યારે ઇન્ટરવ્યૂના પરિણામો આવ્યા, ત્યારે તેઓ ફક્ત એક સ્થાનથી પાછળ રહી ગયા અને તેમનું સ્વપ્ન તૂટી ગયું. જો તેઓ ત્યાં સંજોગોને શરણે થઈ ગયા હોત, તો ઇતિહાસ જુદો હોત.


પાયલટ ન બની શક્યા, ત્યારે તેમણે નિરાશ થવાને બદલે પોતાની મહેનત અને જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે વૈજ્ઞાનિક તરીકે DRDO અને ISROમાં પોતાની જાતને ઘડી. તેમણે ભારતને મિસાઈલ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનાવ્યું.આ છે જીવન ઘડવું .જ્યારે સંજોગો તમારી વિરુદ્ધ હોય, ત્યારે પણ તમે તમારી મહેનત અને સકારાત્મકતા વડે નવી શક્યતાઓનું સર્જન કરો છો.


ડૉ. કલામ સાહેબનો જીવન સંદેશ સ્પષ્ટ હતો. તમારા વિચારો અને સપના પર કોઈ અન્યને નિયંત્રણ ન આપો.”તમારી
જિંદગીના ડ્રાઇવિંગ સીટ પર તમે પોતે બેઠેલા છો. અન્ય લોકો અથવા સંજોગો તમારા જીવનને નિયંત્રિત કરે તેવું ન થવા દો.”
નકારાત્મકતા છોડો ગરીબી, નિષ્ફળતા, કે વિઘ્નો એ ફક્ત રસ્તા પરના ખાડા છે, તે તમારું ગંતવ્ય નથી. કલામ સાહેબે જીવનભર આશાવાદ અને સખત મહેનતનું બળતણ વાપર્યું. શીખવાની ધગશ ડૉ. કલામનું જીવન બતાવે છે કે સતત શીખવું અને જ્ઞાન મેળવવું એ જિંદગી ઘડવા માટેનું સૌથી મોટું હથિયાર છે. દરરોજ તમારી જાતને વધુ સારી બનાવવા માટે નાનું પગલું લો.ધ્યેય પ્રત્યે સમર્પણ તમારું વિઝન એટલું સ્પષ્ટ હોવું જોઈએ કે બીજાની ટીકા, પ્રશંસા કે નિષ્ફળતા તમને તમારા રસ્તા પરથી વિચલિત ન કરી શકે.
આપણી પાસે ડૉ. કલામ જેવા મહાન વ્યક્તિનું ઉદાહરણ છે જેમણે પુરવાર કર્યું કે સંસાધનોની કમી, સામાજિક પૃષ્ઠભૂમિ કે આર્થિક સ્થિતિ તમારા ભવિષ્યનું નિર્માણ કરતી નથી. તમારું અનુશાસન, તમારા પ્રયત્નો અને તમારો અવિરત આત્મવિશ્વાસ તમારું જીવન ઘડે છે.જો તમે તમારા મનપસંદ જીવનને ખરા અર્થમાં જીવવા માંગો છો, તો રાહ જોવાનું બંધ કરો. આજે જ તમારી છીણી અને હથોડી (મહેનત અને નિર્ણયશક્તિ) લો, અને તમારા સ્વપ્નની જિંદગીનું ઘડતર શરૂ કરો.

WRITER : દર્શના પટેલ ( નેશનલ મેડાલિસ્ટ)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here